અંકલેશ્વર નગર સેવા સદનને "અ" વર્ગની નગરપાલિકામાં અપગ્રેડ કરાય, સરકાર તરફથી મળતી ગ્રાન્ટમાં થશે વધારો !

ભરૂચ જિલ્લામાં આવેલી ચાર નગરપાલિકાઓ પૈકી અંકલેશ્વર નગરપાલિકાનો અ વર્ગમાં સમાવેશ કરવામાં આવતા હવે રાજ્ય સરકાર દ્વારા મળતી ગ્રાન્ટમાં વધારો થશે જેનાથી વિકાસના કામોમાં સરળતા રહેશે

New Update
  • અંકલેશ્વર નગર સેવા સદનને મળ્યું અપગ્રેડેશન

  • અ વર્ગની નગરપાલિકામાં કરાયો સમાવેશ

  • રાજ્ય સરકાર દ્વારા મળતી ગ્રાન્ટમાં થશે વધારો

  • વિકાસના કામોમાં રહેશે સરળતા

  • કર્મચારીઓના મહેકમમાં પણ થશે વધારો

ભરૂચ જિલ્લામાં આવેલી ચાર નગરપાલિકાઓ પૈકી અંકલેશ્વર નગરપાલિકાનો અ વર્ગમાં સમાવેશ કરવામાં આવતા હવે રાજ્ય સરકાર દ્વારા મળતી ગ્રાન્ટમાં વધારો થશે જેનાથી વિકાસના કામોમાં સરળતા રહેશે
રાજ્ય સરકાર દ્વારા રાજ્યની તમામ નગરપાલિકાને તેની વસ્તી આધારે વર્ગીકૃત કરી ગત 10 માર્ચના રોજ એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં અ વર્ગની નગરપાલિકા માં 22 પાલિકાનો સમાવેશ કરવામાં આવ્યો છે.જેના માપદંડ માં અંકલેશ્વર પાલિકાની વસ્તી 1 લાખ ઉપરની હોવાનો અંદાજ મુકવામાં આવ્યો છે. અને તેના જાહેરનામા સાથે ગેજેટ બહાર પાડવામાં આવ્યું છે. અંકલેશ્વર પાલિકા બ વર્ગ માંથી હવે અ વર્ગ માં આવતા પાલિકા વિસ્તારમાં વિકાસના કામોની ગ્રાન્ટ મળશે. મુખ્યમંત્રી શહેરી વિકાસ સહિતની યોજનાઓમાં રાજ્ય સરકાર દ્વારા અપાતી ગ્રાન્ટમાં વધારો કરવામાં આવશે જેનાથી વિકાસના કામો સરળતાથી થઈ શકશે આ ઉપરાંત મહેકમમાં પણ વધારો થશે અને કર્મચારીઓના પગારમાં પણ વધારો કરવામાં આવશે જેનાથી સરળતાથી વિકાસના કામો કરી શકાશે.આ અંગે નગર સેવા સદનના ચીફ ઓફિસર કેશવ કોલડિયાએ જણાવ્યું હતું  કે વસ્તીના ધોરણે બ વર્ગમાંથી અંકલેશ્વર પાલિકાને અ વર્ગમાં અપગ્રેડ કરવામાં આવી છે. જેને લઈ અંકલેશ્વર પાલિકા વિસ્તારમાં ફાયદો થશે. ગ્રાન્ટમાં વધારો તેમજ સરકારની નવીનતમ યોજનાઓનો લાભ મળશે
અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લામાં આવેલી તમામ ચાર નગરપાલિકાઓ પૈકી ભરૂચ અને અંકલેશ્વર અ વર્ગમાં તેમજ જંબુસર બ વર્ગ અને આમોદ નગરપાલિકાનો ડ વર્ગમાં સમાવેશ કરવામાં આવ્યો છે.પહેલા માત્ર ભરૂચ નગરપાલિકા જ અ વર્ગમાં સમાવિષ્ટ હતી.
Advertisment
Advertisment
Latest Stories