અંકલેશ્વર: પર્યુષણ પર્વ નિમિત્તે પંચાતી બજાર દેરાસર ખાતે ભગવાન મહાવીર જન્મ કલ્યાણની કરવામાં આવી ઉજવણી

અંકલેશ્વરના પંચાતી બજારમાં આવેલ જૈન દેરાસર ખાતે જૈન સમાજ દ્વારા પર્યુષણ નિમિત્તે ભગવાન મહાવીર જન્મ કલ્યાણની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી

New Update
  • અંકલેશ્વરમાં યોજાયો કાર્યક્રમ

  • પંચાતી બજાર દેરાસર ખાતે આયોજન

  • પર્યુષણ પર્વ નિમિત્તે આયોજન કરાયું

  • મહાવીર સ્વામી જન્મ કલ્યાણની ઉજવણી

  • મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ જોડાયા

અંકલેશ્વરના પંચાતી બજારમાં આવેલ જૈન દેરાસર ખાતે જૈન સમાજ દ્વારા પર્યુષણ નિમિત્તે ભગવાન મહાવીર જન્મ કલ્યાણની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી
જૈનોનો પવિત્ર તહેવાર પર્વાધિરાજ પર્યુષણ પર્વ ભાવભેર ઉજવાઇ રહ્યું છે. ત્યારે  અંકલેશ્વર શહેરના પંચાતી બજારમાં આવેલ જૈન દેરાસર ખાતે સાધુ ભગવંતો દ્વારા મહાવીર સ્વામીનું જન્મ વાંચન કરવામાં આવ્યું હતું.જૈન ધર્મ સ્થાનકોમાં 24 માં તિર્થકર પ્રભુ મહાવીર સ્વામીની માતા ત્રિશલાજીને જ્યારે મહાવીર સ્વામી તેમના ગર્ભમાં હતા ત્યારે 14 મહાસ્વપ્ન આવ્યા હતા અને ત્યારબાદ મહાવીર સ્વામી ભગવાનનો જન્મ થયો હતો. ભગવાન મહાવીર સ્વામીના જીવનનાં પ્રેરક પ્રસંગોનું વર્ણન કરી  જન્મ વાંચન કરવામાં આવ્યું હતું  અને ભગવાનશ્રી મહાવીરના  પારણાને ઝુલાવવાનો કાર્યક્રમ યોજાયો હતો આ પાવન અવસરે સંઘના પ્રમુખ દિલીપ ચોક્સી ,જનક શાહ ,કમલેશ શાહ ,અને અતુલ શાહ સહીત આગેવાનો અને સમસ્ત જૈન સમાજ ઉપસ્થતિ રહ્યો હતો
Latest Stories