નવરાત્રીના પર્વની ભક્તિભાવ પૂર્વક ઉજવણી
આજે નવરાત્રીની આઠમ
ગડખોલ ગામમાં આવેલું છે સિદ્ધેશ્વરી માતાજીનું મંદિર
નવચંડી યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા
મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા
અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ નજીક આવેલ સિદ્ધેશ્વરી માતાજીના મંદિરે આજરોજ નવરાત્રીની આઠમ નિમિત્તે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર જગત જનની માં જગદંબાની આરાધના કરવામાં આવી હતી.
આઠમ નિમિત્તે મહાપ્રસાદી તેમજ મેળા સહિતના કાર્યક્રમમો પણ યોજાય છે. સિદ્ધેશ્વરી માતાનું મંદિર ભક્તોની અનન્ય આસ્થાનું કેન્દ્ર છે. કપિલ મુનિ દ્વારા માતાજીની આરાધના કરવામાં આવ્યા બાદ માતાજી સ્વયં પ્રગટ થયા હોવાનું માનવામાં આવે છે.
આ મંદિર 800 વર્ષ જૂનું હોવાની પણ માન્યતા છે ત્યારે આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં મંદિરે ઉમટે છે અને માતાજીની આરાધનામાં લીન બને છે. ધાર્મિક કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભક્તોએ જોડાય ધન્યતા અનુભવી હતી.