New Update
/connect-gujarat/media/media_files/2024/12/06/Bb56AoOGmm0Ktxtrm62V.jpg)
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બ્લાસ્ટ થતા ચાર કામદારોના મોત મામલે હવે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે પણ ક્લોઝર નોટીસ ફટકારી કંપનીના પાણી અને વીજ જોડાણ કાપી નાંખવા આદેશ આપ્યા છે
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બ્લાસ્ટ થતા ચાર કામદારોના મોત નીપજ્યા હતા. જેના પગલે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.લાંબી લડત બાદ કંપની દ્વારા મૃતકોના પરિવારજનોને રૂપિયા 30-30 લાખનું વળતર આપવાની જાહેરાત કરવામાં આવી હતી. તો સાથે જ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ દ્વારા કંપનીને તાત્કાલિક અસરથી ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી હતી. આ બાદ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પણ કંપનીને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે. સાથે જ વીજ અને પાણી કનેક્શન કાપવાનો આદેશ આપવામાં આવ્યો છે.આ ઉપરાંત દસ લાખની બેંક ગેરંટી અને એક કરોડની એન્વાયરમેન્ટ ડેમેજ કોમ્પનસ્ટ્રેશન જમા કરાવવાના આદેશ આપવામાં આવ્યા છે. કંપનીમાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અને ઇન્ડસ્ટ્રીયલ સેફટી અને હેલ્થ વિભાગ દ્વારા તપાસ ચાલી રહી છે
વેલ્ડિંગ વખતે જે ટેન્કમાં ધડાકો થયો તે ટેન્કમાં કયું પ્રવાહી ( એફલ્યુઅન્ટ) હતું અને જવલનશીલ પ્રવાહી હોવા છતાં વેલ્ડિંગની પરવાનગી કોણે આપી હતી તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.