બિહાર વિદ્યાસભાની ચૂંટણીની તૈયારી
અંકલેશ્વરમાં ભાજપની બેઠક યોજાઇ
બિહારના MP ધર્મશીલા ગુપ્તા રહ્યા ઉપસ્થિત
આતંકી હુમલા અંગે આપ્યું નિવેદન
પાકિસ્તાનનો સર્વનાશ નિશ્ચિત હોવાનું નિવેદન
આગામી સમયમાં બિહારમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે ભાજપા દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બિહાર સ્થાપના દિવસની ઉજવણી બાદ હવે બિહાર રાજ્યસભાના સાંસદ અને ગુજરાતના પ્રભારી ધર્મશીલા ગુપ્તા અંકલેશ્વરમાં પધાર્યા હતા તેઓએ અંકલેશ્વરમાં બિહારી સમુદાયના લોકો સાથે મુલાકાત કરી હતી.
અંકલેશ્વરને કર્મભૂમિ બનાવનાર બિહારી સમાજના સભ્યો સાથે તેઓએ મુલાકાત કરી બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએ તરફી મતદાન કરવા આહવાન કર્યું હતું.
આ પ્રસંગે અન્ય ભાષાભાસી સેલ ગુજરાત પ્રદેશના પ્રમુખ રાજવીર સિંગ,ઉપાધ્યક્ષ અશોક ઝા સહિતના ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે બિહાર રાજ્યસભાના સાંસદ ધર્મશીલા ગુપ્તાએ પહેલગાંવ આતંકવાદી હુમલા અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે આ હુમલોએ પાકિસ્તાનની કાયરતા છે ત્યારે હવે પાકિસ્તાનનો સર્વનાશ નિશ્ચિત છે.