New Update
અંકલેશ્વરમાં યોજાયો કાર્યક્રમ
શહેર ભાજપ દ્વારા આયોજન
પંડિત દિનદયાળ ઉપાધ્યાયને શ્રદ્ધાંજલિ અર્પણ કરાય
પંડિતજીના કાર્યોને યાદ કરાયા
ભાજપના આગેવાનો જોડાયા
ભારતીય જનસંઘના સ્થાપક પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિત્તે અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા તેઓને શ્રધ્ધાસુમન અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો
એકાત્મ માનવતાવાદના પ્રણેતા તથા ભારતીય જનસંઘના સ્થાપક પંડિત દિનદયાળ ઉપાધ્યાયની આજે પુણ્યતિથિ નિમિત્તે અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો. શહેરના જવાહર બાગ ખાતે સ્થાપિત પંડિત દિનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, નગરપાલિકા પ્રમુખ ભાવેશ કાયસ્થ સહિત ભાજપના આગેવાનો, કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પંડિત દિનદયાળ ઉપાધ્યાયના એકાત્મ માનવતાવાદના વિચારો, સમાજ અને રાષ્ટ્ર માટેના તેમના યોગદાનને યાદ કરી તેમના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપવામાં આવી હતી.આગેવાનોએ જણાવ્યું હતું કે પંડિત દિનદયાળજીની વિચારધારા આજે પણ પ્રાસંગિક છે અને સમાજના સર્વાંગી વિકાસ માટે માર્ગદર્શક રૂપે કાર્ય કરે છે.
Latest Stories