New Update
ભરૂચ પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે અંક્લેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ મથકના પ્રોહીબીશન એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપીને અંકલેશ્વરમાંથી ઝડપી પાડ્યો હતો ગત તારીખ-૪-૧-૨૪ના રોજ ભરુચ એલસીબીના ઇન્ચાર્જ પી.આઈ એમ.એમ.રાઠોડના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ આર.કે.ટોરાણી સહિત સ્ટાફ અંકલેશ્વરમાં નાઈટ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે નેત્રંગ તાલુકાનાં કમ્બોડિયા ગામનો કુખ્યાત બુટલેગર અશોક કેશરીમલ માલી અને લખીરામ ગીરીરાજ ગૌતમ બંને મળી વિદેશી દારૂનો જથ્થો મંગાવી અંક્લેશ્વર જી.આઇ.ડી.સી.માં આવેલ ક્રિસ્ટલ ચોકડી નજીકના ગોડાઉનમાં કટિંગ કરી રહ્યા છે.
જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે ગોડાઉન અને આઇસર ટેમ્પો નંબર-એમ.એચ.05.ઇ.એલ.6012માંથી 13656 નંગ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી પોલીસે 19.23 લાખનો દારૂ અને 15 લાખનો ટેમ્પો મળી કુલ 34.23 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને અગાઉ ૯ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
આ પ્રોહીબીશન એક્ટના ગુનામાં સંડોવાયેલ નેત્રંગ તાલુકાના કમ્બોડિયા ગામનો બુટલેગર રાહુલ તુકારામ માલીને પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે અંકલેશ્વરમાંથી ઝડપી પાડી તેને તાલુકા પોલીસને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories