New Update
-
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
-
એ ડિવિઝન પોલીસ મથક ખાતે આયોજન
-
શાંતિ સમિતિની બેઠકનું આયોજન
-
રામનવમીના પર્વને અનુલક્ષી બેઠક યોજાઇ
-
શાંતિપૂર્ણ માહોલમાં પર્વની ઉજવણી કરવા અનુરોધ
અંકલેશ્વરમાં આગામી તારીખ 6 એપ્રિલને રામનવમીના રોજ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
તારીખ છઠ્ઠી એપ્રિલને રામનવમીના રોજ પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ અંકલેશ્વરમાં રામ જન્મોત્સવની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવશે.વિશ્વ હિન્દુ પરિષદ અને શ્રી રામ રામ સેના સહિતના સંગઠનો દ્વારા વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.આ શોભાયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે ડી.વાય.એસ.પી. ડો.કુશલ ઓઝાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર પી.જી. ચાવડા, અંકલેશ્વર શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા, હિન્દુ સંગઠનના આગેવાનો તેમજ શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. શોભાયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા પોલીસે આગેવાનોને અનુરોધ કર્યો હતો. શોભાયાત્રા દરમિયાન ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાશે.કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં રામનવમીના પર્વની ઉજવણી કરાય તેવી અપીલ પોલીસ દ્વારા કરવામાં આવી છે.