અંકલેશ્વરની પોદાર જમ્બો કિડ્સ અને પોદાર વર્લ્ડ સ્કૂલ દ્વારા "સાયન્સ સિનર્જી" થીમ બેઇઝ્ડ રમતગમત દિવસ- સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે બાઇસીકલ ક્લબના પ્રમુખ નરેશ પુજારા,ફિટનેસ ઇન્ફ્લુએન્સર અનેરી પટેલ,પોદાર જમ્બો કિડ્સના હેડ મનીષાબા ગોહિલ તેમજ શાળા પરિવાર અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોદાર જમ્બો કિડ્સના પ્લે ગ્રુપના બાળકો દ્વારા પીનવ્હીલ રેસ, નર્સરીના બાળકો દ્વારા બી પોલિનેશન રીલે અને રોક એન્ડ મિનરલ હન્ટ, જુનિયર કે.જી. ના બાળકો દ્વારા ઇન્સેક્ટ્ ક્રોલ, એનિમલ ટ્રેક રેસ, પ્લેનેટ હોપિંગ તથા સિનિયર કે.જી.ના બાળકો દ્વારા ફ્રોગ લાઈફ સાઇકલ રેસ, ફ્લાવર સાયકલ રેસ, ફીસ રેસ તથા બટરફ્લાય લાઈફ સાયકલ રીલે સ્પર્ધાઓ યોજાય હતી જેમાં તેઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.