New Update
/connect-gujarat/media/media_files/2025/03/10/yeZWbGfi7lGK2A57tYKw.jpg)
અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસે નવા દીવા ગામના મોર ફળિયામાં બાવળના ઝાડ નીચે જુગાર રમતા ૬ જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા અંકલેશ્વરના નવા દીવા ગામના મોર ફળિયામાં બાવળના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં જુગાર રમાઈ રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.
પોલીસે સ્થળ પરથી રોકડા અને પાંચ ફોન મળી કુલ ૧૬ હજારથી વધુના મુદ્દામાલ સાથે દીવા રોડ ઉપર આવેલ ધન લક્ષ્મી સોસાયટીમાં રહેતો જુગારી અર્જુનસિંહ ચંદ્રસિંહ સિંધા,અમિત જશવંત મોદી,સુરેશ વસાવા,દેવેન્દ્ર ઉર્ફે દિલીપ પટેલ અને પ્રભાત વસાવા તેમજ સાહુલ વસાવાને ઝડપી પાડ્યો હતો.