અંકલેશ્વર: પાનોલીની કામધેનું ન્યુટ્રીયનટ્સ કંપનીમાં ઇલેક્ટ્રિક સામાનની ચોરી કરનાર 2 આરોપીની પોલીસે કરી ધરપકડ

અંકલેશ્વરની પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ કામધેનું ન્યુટ્રીયનટ્સ કંપનીમાં તસ્કરો ત્રાટકી મોટરો સહિતનો સામાન મળી કુલ ૩૮ હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા

New Update
1

અંકલેશ્વરની પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ કામધેનું ન્યુટ્રીયનટ્સ કંપનીમાં તસ્કરો ત્રાટકી મોટરો સહિતનો સામાન મળી કુલ ૩૮ હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા જો કે તસ્કરોને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા હતા

મૂળ બિહાર અને હાલ અંકલેશ્વરના સંજાલી ગામના હોળી ચકલામાં રહેતા જતીનસિંગ માખનલાલ સિંગ પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ કામધેનું ન્યુટ્રીયનટ્સ કંપનીમાં સુપર વાઈઝર તરીકે નોકરી કરે છે.જેઓની કંપનીને ગત તારીખ-૬ઠ્ઠી સપ્ટેમ્બરના રોજ તસ્કરો નિશાન બનાવી હતી તસ્કરો કંપનીમાં પ્રવેશ કરી અંદર ઓફીસ સામે મુકેલ ચાર મોટરો અને અન્ય સામાન મળી કુલ ૩૮ હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.ચોરી અંગે પાનોલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.પોલીસે આ મામલામાં  દિપકકુમાર ઉર્ફે વિક્કી પંકજકુમારસિંગ અને વિરૂ ઉર્ફે ભૈરવ લક્ષ્મણસિંગ રાજપુતની ધરપકડ કરી તેઓ પાસેથી ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ જપ્ત કર્યો છે જ્યારે  નુરઆલમ બદરૂદ્દીન શોકતઅલી મનીહાર અને રાજેશ ઉર્ફે ગુજ્જુ નામના આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેઓની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે
Latest Stories