અંકલેશ્વર: પોલીસે લોખંડના શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે 3 ઇસમોની કરી અટકાયત

બાતમીના આધારે પોલીસે બજાર વિસ્તારના અંતરનાથ મહાદેવ મંદીર પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળી રીક્ષા આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી લોખંડના ૩૭ નંગ જેક મળી આવતા

New Update
Suspicious debris Accused Arrest

અંકલેશ્વર: એ ડિવિઝન પોલીસે લોખંડના શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે 3 ઇસમોની કરી અટકાયત  અંકલેશ્વર એ ડીવીઝન પોલીસે ગોયા બજાર વિસ્તારના અંતરનાથ મહાદેવ મંદીર પાસેથી  રીક્ષામાંથી શંકાસ્પદ લોખંડના જેક સહીત ૭૩ હજારના મુદ્દામાલ સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે એક ઈસમ રીક્ષામા સેંન્ટીગ કામમાં વપરાતા જેક કસ્બાતીવાડ તરફથી ભરી ગોયા બજાર બાજુ આવી રહ્યો છે.

જેવી બાતમીના આધારે પોલીસે બજાર વિસ્તારના અંતરનાથ મહાદેવ મંદીર પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળી રીક્ષા આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી લોખંડના ૩૭ નંગ જેક મળી આવતા પોલીસે રીક્ષામાં સવાર ત્રણ ઈસમોને જેક અંગે પુછપરછ કરતા તેઓએ સંતોષકારક જવાબ નહિ આપતા પોલીસે સુરતી ભાગોળ રોડ ઉપર આવેલ કરસનવાડી ખાતે રહેતો ગજેંદ્ર ઉર્ફે ભલ્લી  દિનેશભાઈ પટેલ, સુનીલ પ્રકાશભાઇ વસાવા અને રાકેશ ઉર્ફે રાજા યશવંતભાઈ પટેલને ઝડપી પાડ્યો હતો.અને જેક તેમજ રીક્ષા મળી કુલ ૭૩ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories