અંકલેશ્વર: મોબાઈલ ચોરીની શંકાએ યુવાનની હત્યા કરનાર સાળા-બનેવીની પોલીસે કરી ધરપકડ

અંકલેશ્વરમાં મોબાઈલ ફોનની ચોરીની શંકાએ અપહરણ કરી યુવાનની હત્યા કરનાર સાળા બનેવીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરમાં મોબાઈલ ફોનની ચોરીની શંકાએ અપહરણ કરી યુવાનની હત્યા કરનાર સાળા બનેવીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસની હદમાં અજાણ્યા મરાઠી યુવાનનું મોબાઈલ ચોરીની શંકાએ પાંચ ઇસમોએ સપાટા અને ગેસની રબરની પાઇપો વડે માર મારી હત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો હતો.ગત તારીખ-20મી ઓગસ્ટના રોજ રાતે અંકલેશ્વર રેલ્વે સ્ટેશન ખાતે મોહિત ઉર્ફે લાલુ દોહેરેના જીજાજી રોકાયા હતા જ્યાં અજાણ્યા મરાઠી યુવાને મોહિત ઉર્ફે લાલુ દોહેરેના જીજાજીનો મોબાઈલ ફોન ચોરી કર્યાની શંકા રાખી ચોરી થયેલ ફોન કઢાવવા માટે મોહિત ઉર્ફે લાલુ દોહેરે અને તેના જીજાજી તેમજ જીજાજીના મિત્રએ મરાઠી યુવાનનું ઉદ્દલસિંગ પુત્તુંલાલ દોહેરેની રિક્ષામાં અપહરણ કરી તેની હત્યા કરવામાં આવી હતી.આ મામલામાં પોલીસે અગાઉ ઉદ્દલસિંગ પુત્તુંલાલ દોહેરે અને લાલુરામ દોહેરેની ધરપકડ કરી હતી જે બાદ એ ડિવિઝન પોલીસે ફરાર સાળા બનેવી મોહિત દોહેરે અને સુકેન્દ્ર જાટવની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read the Next Article

ભરૂચ: છોટુ વસાવાને 80માં જન્મદિવસે BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવાયા, કહ્યું કેટલાક પરિબળોએ અમારું સંગઠન તોડવા કર્યો પ્રયાસ !

આદિવાસી મસીહા એવા ઝઘડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાનો આજે જન્મદિવસ હતો. આદિવાસી નેતા 80 વર્ષ પૂર્ણ કરી 81 માં વર્ષમાં પ્રવેશ્યા છે.

New Update
  • ભરૂચના ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય

  • છોટુ વસાવા બન્યા બિટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ

  • 80માં જન્મદિવસે કરાય જાહેરાત

  • મહેશ વસાવાએ ટેકો જાહેર કર્યો

  • મોટી સંખ્યામાં સમર્થકો રહ્યા ઉપસ્થિત

ભરૂચના ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાને 80 માં જન્મદિવસે  BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવતા ટેકેદારોએ આ જાહેરાતને વધાવી લીધી હતી
આદિવાસી મસીહા એવા ઝઘડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાનો આજે જન્મદિવસ હતો. આદિવાસી નેતા 80 વર્ષ પૂર્ણ કરી 81 માં વર્ષમાં પ્રવેશ્યા છે. તેઓના જન્મદિવસે તેમને શુભેચ્છા પાઠવવા દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય પુત્ર મહેશ વસાવા, દિલીપ વસાવા, કિશોર વસાવા સાથે અન્ય આગેવાનો પણ ઉમટી પડ્યા હતા.વાલિયા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ રાજુભાઇ વસાવા, રજની વસાવા, વિજય વસાવા સહિતના આગેવાનો તેમજ સમર્થકોની હાજરીમાં છોટુ વસાવાના જન્મદિવસની ઉજવણી કરી તેઓને શુભકામનાઓ પાઠવાઈ હતી.
પૂર્વ ધારાસભ્યના જન્મદિવસે જ તેઓને BTP ના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.તાજેતરમાં જ ભાજપ સાથે મોહભંગ થતા રાજીનામુ આપનાર તેમના પુત્ર મહેશ વસાવાએ આ જાહેરાતને ટેકો જાહેર કર્યો હતો. આ અંગે છોટુ વસાવાએ જણાવ્યું હતું કે કેટલાક પરિબળોએ અમારું સંગઠન તોડવા પ્રયાસ કર્યા હતા પરંતુ હવે અમે એક થઈ લડીશું