New Update
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પોકસોના ગુનામાં સંડોવાયેલ છેલ્લા એક વર્ષથી નાસ્તો ફરતો આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા આપેલ સૂચનાને આધારે ડી.વાય.એસ.પી. ડો.કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર શહેર બી ડીવીઝન પોલીસ મથકના પી.આઈ વી.કે.ભુતીયા સહિત સ્ટાફ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પોકસોના ગુનામાં સંડોવાયેલ છેલ્લા એક વર્ષથી નાસ્તો ફરતો આરોપી ગડખોલ પાટિયા પાસે ફરી રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી મૂળ બિહાર અને હાલ ગડખોલ પાટીયા પાસે ઝુપડપટ્ટીમાં રહેતો ગોવિંદા ઉર્ફે ગોવિંદ શ્રી ભગવાન ભગતને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories