અંકલેશ્વર: પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ હાથ ધરાય, હેલમેટ નહીં પહેરનાર ટુ વ્હીલર ચાલકો દંડાયા

અંકલેશ્વરમાં પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જેમાં હેલમેટ ન પહેરનાર ટુ વ્હીલર ચાલકો પર દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.

New Update
  • અંકલેશ્વરમાં પોલીસની ટ્રાફિક ડ્રાઇવ

  • પ્રતિન ચોકડી વિસ્તારમાં ડ્રાઇવ હાથ ધરાય

  • હેલમેટ નહીં પહેરનાર ટુ વ્હીલર ચાલકો દંડાયા

  • રાજ્યના પોલીસ વડાના આદેશના પગલે કામગીરી

  • આવનારા દિવસોમાં પણ ડ્રાઇવ ચાલુ રહેશે

અંકલેશ્વરમાં પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જેમાં હેલમેટ ન પહેરનાર ટુ વ્હીલર ચાલકો પર દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.

ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ રાજ્યના પોલીસ વડા દ્વારા દરેક સરકારી કચેરીઓમાં હેલમેટ ફરજિયાત કરવામાં આવ્યું છે ત્યારે આજરોજ અંકલેશ્વરમાં પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી જેમાં પ્રતિન ચોકડી સહિતના વિસ્તારોમાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને હેલમેટ નહીં પહેરનાર ટુ વ્હીલ ચાલકો પાસેથી દંડની વસૂલાત કરવામાં આવી હતી.પોલીસની કામગીરીના કારણે ટુવહીલ ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો.હેલ્મેટ ન પહેરવાના કારણે અકસ્માતના બનાવોમાં મૃત્યુની સંભાવના વધી જતી હોય છે જેના પગલે ગુજરાત હાઇકોર્ટ અને ત્યારબાદ રાજ્યના પોલીસવડા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો જેનો અમલ કરાવવા માટે પોલીસ વિભાગે કમરકસી છે.

Latest Stories