અંકલેશ્વરમાં પોલીસ દ્વારા આયોજન
સ્પેશ્યલ ટ્રાફિક ડ્રાઇવ હાથ ધરાય
વાહનચેકીંગ હાથ ધરવામાં આવ્યું
હેલમેટ ન પહેરનાર ટુવ્હીલ ચાલકો દંડાયા
બ્લેક ફિલ્મ લગાવનાર કાર ચાલકો પણ દંડાયા
ભરૂચ અને અંકલેશ્વરમાં હાઇકોર્ટના આદેશ બાદ પ્રથમ સરકારી કર્મચારીઓ અને હવે સામાન્ય લોકો માટે પણ હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે ત્યારે અંકલેશ્વરમાં પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું.અંકલેશ્વરના કાપોદ્રા પાટીયા કોસમડી અને ભડકોદ્રા સહિતના વિસ્તારોમાં પોલીસ દ્વારા સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ હતી જેમાં હેલ્મેટ ન પહેરનાર વાહન ચાલકો પાસેથી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો તો સાથે જ કાર પર બ્લેક ફિલ્મ ધરાવનાર ચાલકો પાસેથી પણ દંડની વસૂલાત કરવામાં આવી હતી.અકસ્માત સહિતના બનાવમાં હેલ્મેટ ન પહેરવાથી મૃત્યુનું જોખમ વધી જતું હોય છે ત્યારે સરકાર દ્વારા હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે અંકલેશ્વરમાં પોલીસ દ્વારા તબક્કાવાર વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે