અંકલેશ્વર : જીઆઇડીસીમાં બોલેરો પીકઅપમાં ભરેલા શંકાસ્પદ કોપરના કેબલ સાથે બે ઇસમોની અટકાયત કરતી પોલીસ

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી,તે દરમિયાન માહિતી મળી હતી કે એક બોલેરો ટેમ્પોમાં શંકાસ્પદ કોપર વાયરો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે.

New Update
  • શંકાસ્પદ કોપર કેબલનો જથ્થો ઝડપાયો

  • પીકઅપમાં લઇ જવામાં આવતા હતા કોપર કેબલ 

  • જીઆઇડીસી પોલીસે કરી બે ઈસમોની અટકાયત 

  • કોપર કેબલ ચોરીના હોવાની આશંકા

  • કેબલ અને ટેમ્પો મળી 17.14 લાખનો મુદ્દામાલ જપ્ત 

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ દ્વારા બોલેરા પીકઅપમાં ભરેલા શંકાસ્પદ કોપરના કેબલો સાથે બે ઇસમોની અટકાયત કરી હતી.

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી,તે દરમિયાન માહિતી મળી હતી કે એક બોલેરો ટેમ્પોમાં શંકાસ્પદ કોપર વાયરો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે.જે માહિતીને આધારે એશિયન પેઇન્ટ્સ ચોકડી પર પોલીસે વોચ ગોઠવી હતી.અને શંકાસ્પદ બોલેરો પીકઅપ આવતા પોલીસે તેને રોકી તલાશી લેતા અંદરથી કોપર વાયરનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે ટેમ્પોમાં સવાર દિપક ઈશ્વરજી ઠાકોર,વિશાલ રમેશભાઈ પટણી પાસે કોપરના જથ્થાનું બિલ સહિતના પુરાવા માંગતા તેઓએ પોલીસને યોગ્ય પ્રત્યુત્તર આપી શક્યા નહોતા. તેથી પોલીસે 2520 કિલો કોપર વાયર કપટથી મેળવ્યા હોવાની શંકાને આધારે બંને ઈસમોની ધરપકડ કરી 15 લાખ ઉપરાંતનો ભંગાર તેમજ બોલેરો પીકઅપ કિંમત રૂપિયા બે લાખ મળી કુલ 17 લાખ 14 હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ આરંભી હતી.

 

 

 

Read the Next Article

અંકલેશ્વરથી વાલિયા-નેત્રંગને જોડતા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, કોંગ્રેસે આંદોલનની ચીમકી ઉચ્ચારી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.

New Update
  • અંકલેશ્વરથી નેત્રંગને જોડતા માર્ગની કામગીરી

  • રૂ.55 કરોડના ખર્ચે માર્ગનું થઈ રહ્યું છે નિર્માણ

  • માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ

  • કોંગ્રેસ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચરાય

  • કોર્ટ કેસની પણ ચીમકી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.
ભરૂચના વાલિયા તાલુકાના સહકારી આગેવાન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપસિંહ માંગરોલા બાદ નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરી અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મિલી ભગતથી હલકી ગુણવત્તાની કરવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.અંકલેશ્વર-વાલિયા અને નેત્રંગને જોડતો રાજ્ય ધોરીમાર્ગ નંબર-13 પ્રથમ વરસાદે જ બિસ્માર બન્યો છે.ઠેરઠેર ખાડાઓ અને માર્ગ તૂટી ગયો હોવાથી તેમાં યોગ્ય સામગ્રી વાપરવા નહીં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડ સામે આવ્યું છે.તે રીતે 55 કરોડના ખર્ચે બની રહેલ નેત્રંગ-અંકલેશ્વર માર્ગમાં ભ્રષ્ટાચાર થયો હોવા સાથે અધિકારી,કોન્ટ્રાકટર સહિત લાગતા વળતા વિભાગના મંત્રીનો હાથ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.જો આ કામગીરી સારી ગુણવત્તાની નહીં કરવામાં આવે તો તાળાબંધીની ચીમકી ઉચ્ચારવામા આવી છે.અને  માર્ગનું નિર્માણ કરનાર શિવાલય ઈંફાસ્ટ્રક્ચર એજન્સી તેમજ અધિકારી સામે કોર્ટ કેસ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામા આવી છે.