અંકલેશ્વર : ટ્રકમાં ગેરકાયદેસર રીતે લઇ જવાતા 200 ઘેટાં-બકરા પોલીસે મુક્ત કરાવ્યા, નેશનલ હાઇવે પર વોચ ગોઠવી ઓપરેશન પાર પાડ્યું

અંકલેશ્વરના જાગૃત નાગરિક દિનેશભાઇને માહિતી મળી હતી કે ભરૂચ ટોલ નાકા પાસેથી પશુઓ ભરેલ ટ્રક અંકલેશ્વર તરફ આવી રહ્યો છે.જેવી બાતમીના આધારે જાગૃત નાગરિક

New Update
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવેનો બનાવ
Advertisment
પશુઓ ભરેલ ટ્રક પોલીસે ઝડપી પાડી
ટ્રકમાંથી 200 ઘેટા-બકરા પોલીસે મુક્ત કરાવ્યા
ગેરકાયદેસર રીતે પશુઓની કરવામાં આવતી હતી હેરાફેરી
4 લોકોની પોલીસે કરી અટકાયત
અંકલેશ્વરમાં જાગૃત નાગરિક અને પોલીસે પશુ ભરેલ ટ્રક પકડી પાડી ૨૦૦થી વધુ ઘેટા અને બકરા મુક્ત કરાવ્યા હતા 
Advertisment
અંકલેશ્વરના જાગૃત નાગરિક દિનેશભાઇને માહિતી મળી હતી કે ભરૂચ ટોલ નાકા પાસેથી પશુઓ ભરેલ ટ્રક અંકલેશ્વર તરફ આવી રહ્યો છે.જેવી બાતમીના આધારે જાગૃત નાગરિક અને બી પોલીસે રાજપીપળા ચોકડી વિસ્તારમાં વોચ ગોઠવી હતી અને બાતમી વાળી ટ્રક આવતા તેને અટકાવી તપાસ કરતા તેમાંથી ૨૩૯ જેટલા ઘેંટા અને બકરા મળી આવ્યા હતા.આ પશુઓ પૈકી ૨થી ત્રણ પશુનો મોત નીપજ્યા હતા.આ અંગે પોલીસે ટ્રક ચાલક પાસે પશુઓની હેરફેર અંગેના આધાર પુરાવા માંગ્યા હતા જો કે તે મળી આવ્યા ન હતા.પોલીસે તમામ પશુઓ મુક્ત કરાવી ટ્રક ચાલક સહીત ચાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories