અંકલેશ્વર: હથિયારો સાથે પ્રદર્શન કરતા ઇસમોને દબોચી લેતી પોલીસ, વિડીયો થયો હતો વાયરલ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે સોશિયલ મિડીયામાં વાયરલ થયેલા વિડીયોમાં હથિયારો લઈને પ્રદર્શન કરતા આરોપીઓને ઝડપી લઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

New Update
Advertisment

અંકલેશ્વરમાં હથિયારો સાથે યુવકોનું પ્રદર્શન,  હથિયાર સાથેનો વિડીયો થયો સોશિયલ મિડીયામાં વાયરલ

Advertisment

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે સોશિયલ મિડીયામાં વાયરલ થયેલા વિડીયોમાં હથિયારો લઈને પ્રદર્શન કરતા આરોપીઓને ઝડપી લઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં સોશિયલ મિડીયામાં એક વિડીયો વાયરલ થયો હતો.જેમાં કેટલાક ઈસમો તલવારલાકડીધારીયા જેવા હથિયારો લઈને પ્રદર્શન કરી રહ્યા હોય તેવું નજરે પડ્યું હતું.આ વિડીયો બાબતે તપાસ કરતા અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથક વિસ્તારમાં આવેલ આત્મીય સોસાયટી સારંગપુરનો હોવાનું જાણવા મળ્યું હતું

જેથી અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે તપાસ કરીને વિડીયોમાં દેખાતા ઈસમોને ઝડપી લઇને વાયરલ વિડીયો બાબતે પુછપરછ કરી હતી.પોલીસ પૂછપરછમાં આરોપીઓએ જણાવ્યુ હતું કે ગામમાં ચોર આવતા હોવાની અફવા ફેલાયેલ હોય અમારી સોસાયટીમાં કોઈ ચોર ઘૂસી ન જાય તેના માટે અમે હથિયારો સાથે ચોકી કરતા હતા અને આ વિડીયો બનાવ્યો હતો.અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે ધવલ બચુભાઈ મુનીયા,રીતેશ ચંદ્રદેવ મહંતો,અંકિત સંતોષકુમાર સીંગ,આશિષ રામકૃષ્ણ પાટીલ, રાજેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ મહિડા,અને આદિત્ય વિવેકાનંદ કામેથ સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Latest Stories