New Update
અંકલેશ્વર બાર એસો.ની ચૂંટણી યોજાય
શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા સંપન્ન
પી.પી.સોલંકી ફરી એકવાર પ્રમુખ પદે ચૂંટાયા
વકીલોએ પાઠવી શુભકામના
બે ઉમેદવારો વચ્ચે જામ્યો હતો ચૂંટણી જંગ
અંકલેશ્વર બાર એસોસિએશની ચૂંટણીમાં પી.પી.સોલંકી 100 મતથી વિજય થતા વકીલોએ તેઓને અભિનંદન પાઠવ્યા હતા
સમગ્ર ગુજરાતમાં આજરોજ બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે અંકલેશ્વર બાર એસોસિએશનની પણ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રમુખ પદ માટે વર્તમાન પ્રમુખ પી.પી.સોલંકી,સમીર મકાણી વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. બાર એસોસીએશનમાં 173 મતદારો નોંધાયેલાં છે. કોર્ટ બિલ્ડિંગ ખાતે સવારે 9.15 વાગ્યાથી મતદાનની શરૂઆત થઇ હતી.જે બાદ સાંજે 4 કલાકે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.જેમાં પી.પી.સોલંકીને 131 મત જ્યારે સમીર મકાણીને માત્ર 31 મત મળ્યા હતા.આ ચૂંટણીમાં પી.પી.સોલંકીની જીત થતા તેઓને વકીલોએ વધાવી લીધા હતા.જ્યારે ઉપ પ્રમુખ,સેક્રેટરી, ખજાનચી અને જોઈન્ટ સેક્રેટરી બિન હરીફ ચૂંટાઈ આવ્યા હતા.
અંકલેશ્વર તાલુકા વકીલ મંડળની પણ ચૂંટણી યોજાઈ હતી.જે બિનહરીફ બની રહી હતી.ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પ્રમુખ તરીકે કમલેશ ઝેડ. મોદી, ઉપપ્રમુખ એ. એ. પોખરીયાલ તથા આઈ. જી. શેખ, સેક્રેટરી એમ. એમ. સુફી, જોઈન્ટ સેક્રેટરી ભીમસિંહ કે. ચાવડા, ખજાનચી પરેશ પરમાર, લાઇબ્રેરીયન જસ્મીકા સી. ગુજ્જર, કારોબારી અધ્યક્ષ એ.એમ.દાણી બિહરીફ ચૂંટાયા હતા જેમને શુભકામના પાઠવવામાં આવી હતી
Latest Stories