અંકલેશ્વરમાં છઠપૂજાની ઉજવણીનું આયોજન
ઉત્તરભારતીય પરિવારો દ્વારા કરાશે ઉજવણી
ઉજવણી માટે તૈયારીઓ શરૂ કરાય
સનાતન સ્કૂલ નજીક કુંડ બનાવાયા
ભગવાન સૂર્યનારાયણને અપાશે અર્ઘય
ઔધોગિક દ્રષ્ટિએ વિકાસની હરણફાળ ભરી રહેલાં અંકલેશ્વરમાં જિલ્લામાં દેશના જુદા-જુદા પ્રાંતથી આવેલાં હજારો લોકો સ્થાયી થયા છે. રોજગાર માટે અંકલેશ્વરને કર્મભૂમિ બનાવનારા ઉત્તર ભારતીય પરિવારો તેમના પ્રાંતના પરંપરાગત તહેવારોની રંગેચંગે ઉજવણી કરતાં હોવાથી અંકલેશ્વરમાં સાચા અર્થમાં વિવિધતામાં એકતા જોવા મળે છે.અંકલેશ્વરમાં દિવાળી પર્વની ઉજવણી બાદ હવે છઠ પૂજાનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉત્તર ભારતમાં કારતક સુદ છઠ્ઠના રોજ છઠ્ઠ પૂજાની ઉજવણી કરવામાં આવે છે ત્યારે જીઆઇડીસીમાં આવેલ સનાતન સ્કૂલ નજીકની નહેર પાસે છઠપૂજાની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે આ માટે કુંડનું નિર્માણ પણ કરવામાં આવી રહ્યું છે. સાથે જ અન્ય તૈયારીઓને પણ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે