અંકલેશ્વર : પંજાબ નેશનલ બેંક દ્વારા PNB MSME આઉટરીચ પ્રોગ્રામ યોજાયો,ફાઇનાન્સ સંબંધિત માર્ગદર્શન અપાયું

પંજાબ નેશનલ બેંક દ્વારા કેન્દ્ર સરકારની નીતિ અનુસાર નાના, મધ્યમ અને લાર્જ સ્કેલ ઉદ્યોગ માટે વિશેષ પ્રોગ્રામ PNB MSME આઉટરીચ પ્રોગ્રામ -2025નું આયોજન કરવામાં આવ્યું

New Update
  • PNB MSME આઉટરીચ પ્રોગ્રામનું કરાયું આયોજન

  • ઉદ્યોગોને મુંઝવતા આર્થિક પ્રશ્નોના નિરાકરણ માટે યોજાયો કાર્યક્રમ

  • બેંકની વિવિધ યોજના અંતર્ગત માહિતી આપવામાં આવી

  • PNB દિલ્હીની મુખ્ય શાખાના હેડ રહ્યા ખાસ ઉપસ્થિત

Advertisment

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તાર સ્થિત AIA ખાતે પંજાબ નેશનલ બેન્ક દ્વારા PNB MSME આઉટરીચ પ્રોગ્રામ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાના અને મધ્યમ કદના ઉદ્યોગો માટે વ્યવસાય વિકસાવવા સાથે આર્થિક મુદ્દે મુંઝવતા પ્રશ્નના નિરાકરણ માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

પંજાબ નેશનલ બેંક દ્વારા કેન્દ્ર સરકારની નીતિ અનુસાર નાનામધ્યમ અને લાર્જ સ્કેલ ઉદ્યોગ માટે વિશેષ પ્રોગ્રામ PNB MSME આઉટરીચ પ્રોગ્રામ -2025નું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોશિએશનના BEIL સેમિનાર હોલ ખાતે વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. 

મેક ઇન ઇન્ડિયાસ્કિલ ડેવલપમેન્ટ સાથે ઉદ્યોગોનો વિકાસ થઇ શકે અને નવા ઉદ્યોગોને આર્થિક મુંઝવતા પ્રશ્નોના નિરાકરણ માટે યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં તજજ્ઞ દ્વારા જરૂરી ફાઇનાન્સ સંબંધિત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વધુમાં ઉદ્યોગોને વિશ્વ ફલક પર સ્પર્ધાત્મક સમયમાં પોતાનો વિકાસ કરી આગળ વધવા માટે સપોર્ટરના રૂપમાં બેંકની વિવિધ યોજના અંતર્ગત જાણકારી પણ આપવામાં આવી હતી. 

પંજાબ નેશનલ બેંકના વડોદરા ઝોન ઓફિસ અને ભરૂચ પંજાબ નેશનલ બેંકના ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં PNB બેંક મુખ્ય શાખા દિલ્હીના જનરલ મેનેજર વિજય કુલદીપ અગ્રવાલ,વડોદરાના સર્કલ હેડ બિજેન્દ્ર સિંગ,અમદાવાદ મંડળના AGM સમીર સુમન,વડોદરા મંડળના AGM નાગેન્દ્ર અને અશોક આહુજા સહિત પ્રજ્ઞા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીના મહેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisment
Latest Stories