અંકલેશ્વર: રાજસ્થાન સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન, દરેક ટીમમાં 1-1 દીકરી રમી

અંકલેશ્વરમાં વસતા રાજસ્થાન સમાજના શ્રી રવિરાજ ક્રિકેટ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આર પી એલ સીઝન 8 યોજાઈ હતી જેમાં 8 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. 

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • રાજસ્થાન સમાજ દ્વારા આયોજન

  • ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય

  • દરેક ટીમમાં 1-1 દીકરીને અપાયું સ્થાન

  • આગેવાનો અને આમંત્રીતો રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વરમાં વસતા રાજસ્થાન સમાજના શ્રી રવિરાજ ક્રિકેટ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આર પી એલ સીઝન 8 યોજાઈ હતી જેમાં 8 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. 
અંકલેશ્વરના સિલ્વર પ્લાઝા નજીક આવેલ પ્લોટ ખાતે અખિલ રાજસ્થાન સેવા મંડળ પ્લોટ પર રાજસ્થાન સમાજના શ્રી રવિરાજ ક્રિકેટ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આર.પી.એલની આઠમી સીઝનનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષના છેલ્લા સપ્તાહમાં પ્રત્યેક સમાજને ઉદાહરણ પૂરું પાડતા યોજવામાં આવેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સમાજની દીકરીઓને પ્રત્યેક ટીમમાં એક -એક ખેલાડી તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું અને નારી સશક્તિકરણને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે  બેટી બચાવો ,બેટી પઢાવો તેમજ દીકરો દીકરી એક સમાનનો સંદેશો પાઠવવામાં આવ્યો હતો.આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત,વિજયભાઇ અગ્રવાલ, ડો, સોની સહિતના આગેવાનો અને સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories