અંકલેશ્વર : આવતીકાલે રક્ષાબંધન, જ્યારે આજે રાખડીની ખરીદી માટે બજારોમાં જામી ભારે ભીડ...

10થી માંડી 500 રૂપિયા સુધીની વિવિધ જાતની રાખડીઓ ઉપલબ્ધ છે. જોકે, અવનવા કલરના નાના-મોટા ગોટાઓ, ડિઝાઇનેબલ, સુતર, રુદ્રાક્ષ અને સુખડની ડાયમંડની રાખડી તેમજ ચાંદીની રાખડીઓનો ભારે ક્રેઝ છે.

New Update

આવતીકાલે પવિત્ર રક્ષાબંધન પર્વની ઉજવણી થશે

રાખડીની ખરીદી માટે આજે બજારોમાં જામી ભારે ભીડ

બજારોમાં રાખડીની અવનવી વેરાયટીઓ જોવા મળી

રુદ્રાક્ષસુખડડાયમંડચાંદીની રાખડીઓનો ભારે ક્રેઝ

આ વર્ષે ઘરાકી સારી નીકળે તેવી વેપારીઓને આશા

આવતીકાલે રક્ષાબંધનના પર્વને લઈને આજરોજ ભરૂચ શહેર તથા અંકલેશ્વરના રાખડી બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. ભાઈ-બહેનના પવિત્ર પ્રેમના પર્વ એવા રક્ષાબંધનના દિવસે પોતાના ભાઈની રક્ષા કાજે બહેનો દ્વારા રાખડીરક્ષાસૂત્ર બાંધી તેમના લાંબા આયુષ્યની કામના કરાતી હોય છેસામે પોતાની બહેનની દરેક તકલીફોમાં હિમાલયની જેમ અડગ ઉભો રહી તેની રક્ષા કરવાનું વચન આપી ભાઈ તેને જીવનપર્યતં નિભાવતો હોય છે

ત્યારે રક્ષાબંધન પર્વને હવે એક દિવસ બાકી રહ્યો છેત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના બજારોમાં રાખડીઓરક્ષાસૂત્રની ખરીદી કરવા દુકાનો-લારીઓ પર ભારે ધસારો જોવા મળી રહ્યો છે. આ વખતે બજારમાં રાખડીઓની અવનવી વેરાયટીઓ જોવા મળી રહી છે.

જેમાં રૂ. 10થી માંડી 500 રૂપિયા સુધીની વિવિધ જાતની રાખડીઓ ઉપલબ્ધ છે. જોકેઅવનવા કલરના નાના-મોટા ગોટાઓડિઝાઇનેબલસુતરરુદ્રાક્ષ અને સુખડની ડાયમંડની રાખડી તેમજ ચાંદીની રાખડીઓનો ભારે ક્રેઝ છે. અત્રે ઉલ્લેખનીય છે કેદર વર્ષની જેમ આ વર્ષે પણ ઘરાકી સારી નીકળે તેવી વેપારીઓ આશા લગાવીને બેઠા છે.

#Rakshabandhan #Rakshabandhan festival #કલાત્મક રાખડી #રક્ષાબંધન 2024 #રાખડી #Rakshabandhan Special #Rakshabandhan 2024 #રક્ષાબંધનપર્વ #રક્ષાબંધન #Rakshabandhan Celebration
Here are a few more articles:
Read the Next Article