New Update
અંકલેશ્વરમાં કરાયુ આયોજન
રામકૃષ્ણ વિવેકાનંદ ટ્રસ્ટ દ્વારા યોજાયો કાર્યક્રમ
બહેનોને સિલાઈ મશીનનું કરાયુ વિતરણ
તાલીમાર્થી બહેનોને પ્રમાણપત્ર અપાયા
આમંત્રીતો રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વરના રામકૃષ્ણ વિવેકાનંદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ બહેનોને સિલાઈ મશીનના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો
અંકલેશ્વરના રામકૃષ્ણ વિવેકાનંદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડેક્કન ફાઇન કેમિકલ્સ કંપનીના સહયોગથી સીવણ તથા બ્યુટી પાર્લર તાલીમ વર્ગ ચલાવવામાં આવે છે તે પૈકી બોઇદ્રા, સજોદ નવા કાંસીયા અને અંદાડાના સિવણ વર્ગના તાલીમાર્થી બહેનોને પ્રમાણપત્ર વિતરણ તથા જરૂરિયાતમંદ બહેનોને સિલાઈ મશીનના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે રામકૃષ્ણ આશ્રમ ભુજના સ્વામી સુખાનંદજી મહારાજ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેઓના હસ્તે તાલીમાર્થી બહેનોને પ્રમાણપત્રોનું વિતરણ તો જરૂરિયાતમંદ બહેનોને સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મેનેજિંગ ટ્રસ્ટી ડો. હરેશ શાહ તેમજ ટ્રસ્ટના સભ્યો અને આમંત્રીતો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories