/connect-gujarat/media/member_avatars/2025/04/19/2025-04-19t062118449z-aaaa.jpg )
New Update
/connect-gujarat/media/media_files/R9aYqkf8VCbpTGhVW8KL.jpg)
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ના માનવ મંદિર પાસે બાઈકને રીક્ષા ચાલકે ટક્કર મારતા મહિલાને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અંકલેશ્વરના ભડકોદ્રા ગામની મંગલમ સોસાયટીમાં રહેતા ધર્મિષ્ઠાબેન પટેલ તેમના પતિ કાંતિભાઈ સાથે આજરોજ બાઈક પર પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન માનવ મંદિર પાસે પૂરપાટ ઝડપે ધસી આવેલ રીક્ષા ચાલકે બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં મહિલાને ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેઓની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું હતું.અકસ્માત અંગે જી.આઈ.ડી.સી.પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી
Related Articles
Latest Stories
/connect-gujarat/media/media_files/2025/07/16/medi-2025-07-16-10-34-57.jpg)
LIVE