અંકલેશ્વર:રિક્રોન પેનલ કંપનીના સંચાલકો અને કોન્ટ્રાક્ટર વચ્ચેની માથાકૂટ,કામદારોનો પગાર ન થતા રોષ

રિક્રોન પેનલ કંપની દ્વારા મંગાવવામાં આવતી ચાનું બિલ પણ બાકી છે ત્યારે કારમી મોંઘવારીમાં કામદારોનો પગાર ન થતા તેઓ આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યા છે

New Update
Advertisment
  • અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી છે કંપની

  • રિક્રોન પેનલ કંપનીનો વિવાદ

  • કામદારોનો પગાર ન થતા રોષ

  • કોન્ટ્રાકટર અને કંપની વચ્ચે વિવાદ

  • કામદારોએ કર્યું વિરોધ પ્રદર્શન

Advertisment
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ રિક્રોન પેનલ કંપનીના સંચાલકો અને કોન્ટ્રાક્ટર વચ્ચેની માથાકૂટમાં કામદારોનો પગાર ન થતા તેઓ આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યા છે ત્યારે તેઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલી રીક્રોન પેનલ કંપનીના સંચાલકો અને કોન્ટ્રાક્ટર વચ્ચેની માથાકૂટમાં કામદારો અટવાયા છે. કોન્ટ્રાક્ટમાં કામ કરતા કામદારોનો છેલ્લા ચાર મહિનાથી પગાર ન થતા તેઓએ કંપનીના ગેટ બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું આ અંગે કોન્ટ્રાક્ટરે જણાવ્યું હતું કે કંપની સંચાલકો દ્વારા ચાર મહિનાથી પેમેન્ટ ન ચૂકવતા તેમના દ્વારા પણ કામદારોને તેમનો પગાર આપવામાં આવ્યો નથી.
આ ઉપરાંત કંપની સંચાલકો દ્વારા ધાક ધમકી અપાતી હોવાના પણ કોન્ટ્રાક્ટર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે.સાથે જ કંપની દ્વારા મંગાવવામાં આવતી ચાનું બિલ પણ બાકી છે ત્યારે કારમી મોંઘવારીમાં કામદારોનો પગાર ન થતા તેઓ આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યા છે
તો બીજી તરફ કંપની દ્વારા કેમેરા સામે કંઈ પણ બોલવાનો ઇન્કાર કરવામાં આવ્યો હતો જોકે તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોન્ટ્રાક્ટરના બિલમાં ક્વેરી હોવાથી આગામી બેથી ત્રણ દિવસોમાં તેની સાથે મીટીંગ કરી બાકીની રકમની ચુકવણી કરવામાં આવશે..
Latest Stories