અંકલેશ્વર: ઉમરવાડાના બુરહાની ગ્રાઉન્ડ પર આયોજિત BPLની ફાયનલ મેચમાં બબાલ,વિડીયો થયા વાયરલ

ભરૂચ ક્રિકેટ એસોસિએશન દ્વારા BPL સિઝન-4ની ફાઈનલ મેચ ઉમરવાડા ગામના બુરહાની ગ્રાઉન્ડ ખાતે યોજાય હતી જેમાં રન આઉટ આપવા બાબતે બબાલ થતા મેચ રોકવાની ફરજ પડી હતી

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું હતું આયોજન

  • બુરહાની ગ્રાઉન્ડ પર BPLની ફાયનલ મેચ યોજાય

  • મેચ દરમ્યાન રન આઉટ બાબતે વિવાદ

  • વિવાદ બાદ ખુરશી ઉછળી

  • આગેવાનોએ મામલો થાળે પાડયો

Advertisment
ભરૂચ ક્રિકેટ એસોસિએશન દ્વારા BPL સિઝન-4ની ફાઈનલ મેચ ઉમરવાડા ગામના બુરહાની ગ્રાઉન્ડ ખાતે યોજાય હતી જેમાં રન આઉટ આપવા બાબતે બબાલ થતા મેચ રોકવાની ફરજ પડી હતી
અંકલેશ્વરના ઉમરવાડા ગામના બુરહાની ગ્રાઉન્ડ ખાતે ભરૂચ ક્રિકેટ એસોસિએશન દ્વારા BPL સિઝન-4નું આયોજન કરવામાં આવ્યું હતું જેની ફાયનલ મેચ ગતરોજ ભજ્જુ વાલા અને ડ્યૂરોકોન વચ્ચે રમાઈ હતી. જો કે ફાયનલ મેચ દરમ્યાન રન આઉટ આપવા બાબતે ભારે બબાલ થઈ હતી.રન આઉટ બાબતે યુવાનો સામસામે આવી ગયા હતા અને ખુરશી પણ ઉછળી હતી સાથે જ મારામારી પણ થઈ હતી.આ અંગેના વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા છે.
આ દ્રશ્યો જોતા જ ભરૂચ ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસો.ના પ્રમુખ દુષ્યંત પટેલ અને લિગના ચેરમેન ઇસ્માઇલ મતાદારે મોરચો સંભળ્યો હતો. વિવાદના પગલે મેચ થોડો સમય માટે અટકાવી દેવામાં આવી હતી પરંતુ આગેવાનોની દરમ્યાનગીરીથી મામલો થાળે પડ્યો હતો અને મેચ પુન: શરૂ થઈ હતી.ફાયનલ મેચમાં ડ્યૂરોકોન ઇલેવનનો ભવ્ય વિજય થયો હતો.જો કે સમગ્ર બનાવ અંગે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી.
Advertisment
Advertisment
Latest Stories