અંકલેશ્વર: બુલેટ ટ્રેન પ્રોજેકટની સાઇટ પર લૂંટારૂઓ ત્રાટકયા

મુંબઈ અમદાવાદ વચ્ચે દોડનાર બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. ભરૂચના અંકલેશ્વરના જુના દીવા ગામ નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ આવેલી છે

New Update

અંકલેશ્વરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈડ પર લુંટનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. ચાર લૂંટારોએ સિક્યુરિટી ગાર્ડને બંધક બનાવી રૂપિયા 1.91 લાખના સામાન લૂંટ કરી ફરાર થઈ ગયા હતા

મુંબઈ અમદાવાદ વચ્ચે દોડનાર બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.અંકલેશ્વરના જુના દીવા ગામ નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ આવેલી છે જ્યાં લૂટારો ત્રાટક્યા હતા.ચાર જેટલા લૂંટારૂઓએ સાઈટના સિક્યુરિટી ગાર્ડ જીતેન્દ્રસિંગ રાજપૂતને બંધક બનાવ્યો હતો. તેને દોરડાથી ઝાડ સાથે બાંધી દઈ ચપ્પુની અણીએ પ્રથમ તેની પાસેથી તેનો મોબાઇલ ફોન લઈ લીધો હતો ત્યારબાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીમાં ઉપયોગમાં લેવાતા વિવિધ સામાનની લૂંટ કરી હતી.
લૂંટારૂઓએ કોપરના વાયરની લૂંટ ચલાવી હતી.લૂંટારૂઓએ કુલ રૂપિયા 1.91 લાખના સામાનની લૂંટ કરી હતી. આ અંગેની જાણ પોલીસ મને કારાતા અંકલેશ્વર એ ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી.પોલીસે એમ.જી.કોન્ટ્રાકટ કંપનીમાં કામ કરતા સિક્યુરિટી ગાર્ડ જીતેન્દ્રસિંગ રાજપૂતની ફરિયાદના આધારે લૂંટારૂઓ સામે ગુનો નોંધી તેઓની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.
Latest Stories