અંકલેશ્વર: રોટરી ક્લબના સ્થાપના દિવસની ગરબા મહોત્સવમાં કેક કાપી ઉજવણી,જુઓ ગરબા મહોત્સવના આકાશી દ્રશ્યો

રોટરી ક્લબની સ્થાપના ને 48 વર્ષ પૂર્ણ થતા રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર આયોજિત ગરબા મહોત્સવમાં કેક કાપી માતાજીની આરતી ઉતારી ઉજવણી કરવામાં આવી હતી

New Update

રોટરી ક્લબના સ્થાપના દિવસની ઉજવણી

ગરબા મહોત્સવમાં કેક કટિંગ કરવામાં આવ્યું

રોટરીના સભ્યો અને આગેવાનો જોડાયા

ખેલૈયાઓ મન મુકીને ગરબે ઘૂમ્યા

ગરબા મહોત્સવનો આકાશી નજારો

રોટરી ક્લબની સ્થાપના ને 48 વર્ષ પૂર્ણ થતા રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર આયોજિત ગરબા મહોત્સવમાં કેક કાપી માતાજીની આરતી ઉતારી ઉજવણી કરવામાં આવી હતી
સામાજિક સેવા માટે કાર્યરત રોટરી ક્લબની સ્થાપનાને 48 વર્ષ પૂર્ણ થઈ ગયા છે ત્યારે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ ગરબા મહોત્સવમાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી.રોટરી ક્લબના સભ્યો દ્વારા કેક કટીંગ કરવામાં આવ્યું હતું સાથે જ જગત જનની માં જગદંબાની આરતી કરવામાં આવી હતી અને ગરબે ઘૂમી માતાજીની આરાધના કરવામાં આવી હતી. આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના પ્રમુખ સુનિલ નેવે, ઇનરવહીલ ક્લબના પ્રમુખ હર્ષા જકાસણીયા, પ્રોજેકટ ચેરમેન રામચંદ્ર માને, અશોક પંજવાણી, મીરા પંજવાણી સહિતના આગેવાનો અને ખેલૈયાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories