અંકલેશ્વર: રોટરી ક્લબના નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ ગરબાના સાગર રસમાં બન્યા તરબોળ

અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત રોટરી ક્લબ દ્વારા ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અને ગરબા ગ્રાઉન્ડમાં ખેલૈયાઓનો સાગરરસ છલકાય રહ્યો છે.

New Update

રોટરી ક્લબ નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ ઘૂમ્યા ગરબે  

ગરબા મહોત્સવમાં ખેલૈયાઓનો છલકાયો સાગર 

રોટરીના સભ્યો અને આગેવાનો પણ ગરબે ઘૂમ્યા 

કનેક્ટ ગુજરાતની ટીમે રોટરી ક્લબ નવરાત્રી મહોત્સવની લીધી વિશેષ મુલાકાત 

ગરબા આયોજકોએ સુરક્ષિત સેફ ગરબા આયોજનની કરી સરાહના 

અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત રોટરી ક્લબ દ્વારા ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અને ગરબા ગ્રાઉન્ડમાં ખેલૈયાઓનો સાગરરસ છલકાય રહ્યો છે.
રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.કનેક્ટ ગુજરાતની ટીમ દ્વારા રોટરી નવરાત્રી મહોત્સનવી વિશેષ મુલાકાત લેવામાં આવી હતી,અને આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના પ્રમુખ સુનિલ નેવે,મીરા પંજવાણી તેમજ ફૂડ સ્ટેલનાં વેપારી સાથે ગરબા અંગેની રસપ્રદ વાતચીત કરવામાં આવી હતી,અને તેઓએ પોતાના અનુભવો કનેક્ટ ગુજરાત સાથે શેર કર્યા હતા.
રોટરી ક્લબ દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ મોટી સંખ્યમાં ગરબે ઘુમવા માટે ઉમટી રહ્યા છે.આયોજકો દ્વારા વરસાદના ભય વચ્ચે પણ નવરાત્રી મહોત્સવનું આયોજન કર્યું છે,અને ખેલૈયાઓના સાથ સહકારથી નવરાત્રી મહોત્સવમાં ગરબા પ્રેમીઓનો સાગર રસ છલકાય રહ્યો છે.રોટરી ક્લબની સાથે ઇનર વ્હીલ ક્લબની બહેનોએ પણ નવરાત્રી મહોત્સવને સફળ બનાવવા માટે વિશેષ જહેમત ઉઠાવી છે.
રોટરી ક્લબ નવરાત્રી મહોત્સવમાં ગરબે ઘુમવા આવતા ખેલૈયાઓ અને મુલાકાતીઓ માટે સ્વાદિષ્ટ ચટાકેદાર વાનગીઓના સ્ટોલ પણ રાખવામાં આવ્યા છે,અને સ્વાદ પ્રેમીઓ  વિવિધ વાનગીઓને આરોગવાનો લુફ્ત ઉઠાવી રહ્યા છે.    
#Bharuch #Gujarat #CGNews #Ankleshwar #Navratri #Ankleshwar Rotary Club
Here are a few more articles:
Read the Next Article