અંકલેશ્વર: સનાતન ધર્મ પરિવાર દ્વારા શરદ પૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી, મોટી સંખ્યમાં ભાવિક ભક્તો જોડાયા

અંકલેશ્વરના બોરબાઠા બેટ ખાતે સનાતન ધર્મ પરિવાર દ્વારા શરદ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • બોરભાઠા બેટ ગામે આયોજન

  • સનાતન ધર્મ પરિવાર દ્વારા આયોજન કરાયું

  • શરદ પૂર્ણિમા મહોત્સવનું આયોજન

  • મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા

અંકલેશ્વરના બોરબાઠા બેટ ખાતે સનાતન ધર્મ પરિવાર દ્વારા શરદ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા
અંકલેશ્વરના બોરભાઠા બેટ ખાતે સનાતન ધર્મ પરિવાર દ્વારા 51 મો શરદ પૂર્ણિમાનો ભજન કિર્તન કાર્યક્રમ ગાદીપતિ સોમદાસ બાપુની  ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહી ભક્તિભાવથી તરબતર બન્યા હતા.સનાતન ધર્મ પરિવારના આ  કાર્યક્રમની શરૂઆત આરતી સાથે કરવામાં આવી હતી.બાદમાં ગાદીપતિ સોમદાસ બાપુએ ઉપસ્થિત ભક્તોને આર્શિવચન આપ્યા હતા.આ પ્રસંગે સામાજિક કાર્યકર ધનજી પરમાર, બલદેવ આહીર, દહેજ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ સુનીલ ભટ્ટ, ભાજપના આગેવાન રાજેન્દ્ર સુતરીયા, કનુ પરમાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભજનીકોએ ભજનોની ધૂન પર ભક્તિભાવ જગાવ્યો હતો, જેમાં ગુરુભક્તો ગુરુભક્તિમાં લીન બની ગયા હતા. 
Latest Stories