New Update
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
સરસ્વતી વિદ્યામંદિર દ્વારા આયોજન
સપ્તશક્તિ સંગમ કાર્યક્રમ યોજાયો
મોટી સંખ્યામાં મહિલાઓએ લીધો ભાગ
તજજ્ઞોએ આપ્યુ માર્ગદર્શન
અંકલેશ્વરની સરસ્વતી વિદ્યામંદિર દ્વારા સપ્તશક્તિ સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો.
અંકલેશ્વરની સરસ્વતી વિદ્યામંદિર દ્વારા સપ્તશક્તિ સંગમ કાર્યક્રમનું ડી.એ.આણંદપુરા સ્પોર્ટ્સ સેન્ટર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. ડી.એ. આનંદપુરા કલ્ચરલ એન્ડ સ્પોર્ટ્સ સેન્ટર તથા અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટીની સહભાગિતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલા શક્તિએ હાજરી આપી હતી.ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીને સપ્ત શક્તિઓનું પ્રતિક માનવામાં આવે છે. તે ઘર-પરિવારના મમત્વ, સંસ્કાર, પોષણ અને નવા નિર્માણનું મર્મ જાગૃત કરતી અનોખી શક્તિ છે. તે જ ભાવનાં ઉજાગર અર્થે આ સપ્તશક્તિ સંગમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં વક્તા તરીકે આશા થાનકી ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમમાં અધ્યક્ષ ઈલા સુરતિયા , શ્રી માધવ વિદ્યાનિકેતનટ્રસ્ટના ટ્રસ્ટી સુવર્ણા દોરીક, શિશુ વાટીકાના પ્રધાન આચાર્ય સુગણા પટેલ, ઉર્મિલા પાટીલ, વૈશાલી સુથાર ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories