New Update
અંકલેશ્વરની વિદ્યાર્થીની ઝળકી, પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીનો ઉત્કૃષ્ટ દેખાવ, બાળકવિ સ્પર્ધામાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો, હવે ઝોન કક્ષાની સ્પર્ધામાં લેશે ભાગ, શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા
અંકલેશ્વરની સરદાર પટેલ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની જિલ્લા કક્ષાની કલા ઉત્સવમાં બાળકવિ સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવી શાળાનું નામ રોશન કર્યા બાદ હવે ઝોન કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે
ગત તારીખ-૫મી નવેમ્બરથી ૨૯મી નવેમ્બર સુધી ભરૂચ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ખાતે જિલ્લા કક્ષાની કલા ઉત્સવ ગરવી ગુજરાતનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વિવિધ પ્રાથમિક શાળાના બાળકોએ ભાગ લીધો હતો.આ જિલ્લા કક્ષાની કલા ઉત્સવમાં અંકલેશ્વર જી.આઈ.ડી.સી. સ્થિત શ્રી સરદાર પેટલ પ્રાથમિક શાળાની ધોરણ-૮માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની મિલન છનાભાઈ વસાવાએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ બાળકીએ બાળકવિ સ્પર્ધામાં પ્રથમ ક્રમ હાંસલ કરી અંકલેશ્વર અને શાળાનું નામ રોશન કરતા શાળાના આચાર્ય ભકિતબેન,માર્ગદર્શન શિક્ષકા પ્રતીક્ષાબેન સહીત શાળા પરિવાર દ્વારા તેણીને અભિનંદન પાઠવ્યા હતા.આ વિદ્યાર્થીની જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વલસાડ ખાતે યોજાનાર ઝોન કક્ષાની બાળકવિ સ્પર્ધામાં ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.
Latest Stories