New Update
અંકલેશ્વર નજીક હાઇવેનો બનાવ
ભારે ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા
બન્ને લેનમાં વાહનોની લાંબી કતાર
ટ્રેલર ફસાઈ જતા ટ્રાફિકજામ
અનેક વાહનચાલકો અટવાયા
અંકલેશ્વર નજીક NH 48 પર ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાતા વાહન ચાલકો અટવાયા હતા.વરસતા વરસાદ વચ્ચે મોટી મશીનરી લઇને જતું ટેન્કર ફસાઈ જતા ટ્રાફિકજામની સમસ્યાનું નિર્માણ થયું હતું.
ભરૂચ જિલ્લામાંથી પસાર થતા હાઇવે પર વરસાદી માહોલ વચ્ચે ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા.છેલ્લા કેટલાક દિવસથી અંકલેશ્વર નેશનલ હાઇવે પર ટ્રાફિકજામ સર્જાય રહ્યો છે ત્યારે આજરોજ મોટી મશીનરી લઇ જતું ટ્રેલર ફસાઇ જવાથી ટ્રાફિકજામની સમસ્યાનું નિર્માણ થયું હતું.
સુરતથી વડોદરા તરફ અને વડોદરાથી સુરત તરફ બંને લેનમાં વાહનોની લાંબી લાઈન લાગી હતી જેના પગલે વાહન ચાલકો અટવાયા હતા.વરસતા વરસાદ વચ્ચે વાહનચાલકોએ ટ્રાફિકજામમાં અટવાવાનો વારો આવ્યો હતો.