અંકલેશ્વર: શક્કરપોર ગામે પાવરગ્રીડ કોર્પોરેશનની કામગીરી ખેડૂતોએ અટકાવી

પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા અંકલેશ્વરના સક્કરપોર ગામમાં પોલીસ પ્રોટેક્શન સાથે ઇલેક્ટ્રીક લાઈનનું કામકાજ શરૂ કરવામાં આવ્યું હતું.

New Update

અંકલેશ્વરના શક્કરપોર ગામે પાવર ગ્રીડ કોર્પોરેશનની કામગીરી ખેડૂતોએ અટકાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું

પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા અંકલેશ્વરના સક્કરપોર ગામમાં પોલીસ પ્રોટેક્શન સાથે ઇલેક્ટ્રીક લાઈનનું કામકાજ શરૂ કરવામાં આવ્યું હતું.આ અંગેની જાણ થતાની સાથે જ ખેડૂતો પહોંચી ગયા હતા અને વિરોધ નોંધાવી કામગીરી અટકાવી દીધી હતી.આ સમગ્ર વિવાદ અંગે ખેડૂત આગેવાન નીપુલ પટેલે જણાવ્યું હતું કે પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા અસરગ્રસ્ત ખેડૂતોને કેટલું વળતર ચુકવાશે, ખેતરમાંથી કઈ જગ્યાએથી આ લાઈન જશે એ સહિતની માહિતી આપવામાં આવી નથી. આ બાબતે અગાઉ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હોવા છતાં કલેકટરે ઓર્ડર કરી પોલીસ પ્રોટેક્શન સાથે કામગીરી શરૂ કરાવી હતી જેનો તેઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને આવનારા સમયમાં પણ યોગ્ય વળતર સહિતની માંગ ન સંતોષાય તો ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવાશે
Latest Stories