New Update
અંકલેશ્વરમાં જન્માષ્ટમીની શોભાયાત્રા યોજાઈ
જન્માષ્ટમી પર્વની ભક્તિભાવ પૂર્વક ઉજવણી
કૃષ્ણમવંદે જગદગુરુનો નાદ ગુંજયો
70થી વધુ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ જોડાઈ
વરસાદમાં શોભાયાત્રામાં કૃષ્ણભક્તોનો ઉત્સાહ છલકાયો
અંકલેશ્વર જીઆઇડીસી ખાતે શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા સતત 10 માં વર્ષે જન્માષ્ટમી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.આ પ્રસંગે સરદાર ભવન ખાતેથી શોભાયાત્રા યોજાઈ હતી. આ શોભાયાત્રામાં 70 જેટલી સંસ્થાઓ પોતાની કૃતિઓથી સાંસ્કૃત્તિક અને ધાર્મિકતાથી સજ્જ રથ સાથે જોડાઇ હતી.
અંકલેશ્વર શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા સતત 10માં વર્ષે જન્માષ્ટમી પ્રસંગ નિમિત્તે ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.કૃષ્ણજન્મોત્સવ પ્રસંગ નિમિત્તે સરદાર ભવન ખાતેથી શોભાયાત્રાનું પ્રસ્થાન થયું હતું.વરસાદમાં પણ કૃષ્ણભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ શોભાયાત્રા શ્રી સરદાર ભવન ખાતેથી પ્રસ્થાન થયેલી શોભાયાત્રા સાવન ચોકડી થી સહિતના વિસ્તારોમાં ફરીને શ્રી પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિદ્યાલયથી સરદાર ભવન ખાતે પરત ફરી હતી.આ રથયાત્રા દરમિયાન સુંદર શણગાર કરેલા રથને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જીઆઈડીસી એસ્ટેટ કૃષ્ણમવંદે જગતગુરુના જય ઘોષ સાથે સમગ્ર વાતાવરણ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિથી કૃષ્ણના રંગે રંગાઈ ગયું હતું.આ અવસરને સફળ બનાવવા માટે શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટના પ્રમુખ હસમુખ દુધાત,સેક્રેટરી દિનેશ ખૂંટ,સાંસ્કૃતિક કમિટી ચેરમેન અતુલ પટેલ સહિત સમાજના હોદેદારો તેમજ સભ્યો ભારે જહેમત ઉઠાવી હતી.
Latest Stories