અંકલેશ્વર : હેક્ષોન આર્કેડ-GIDC ખાતે પંડાલમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શ્રીજીનું સ્થાપન કરાયું…

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તાર સ્થિત હેક્ષોન આર્કેડ ખાતે આ વર્ષે પંડાલમાં શ્રીજીને બિરાજમાન કરવામાં આવ્યા છે, ત્યારે શ્રીજી સ્થાપન પૂજામાં મોટી સંખ્યામાં હેક્ષોન આર્કેડ પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

New Update
  • આજથી ગણેશોત્સવની ઉજવણીનો પ્રારંભ કરાયો

  • GIDC વિસ્તાર સ્થિત હેક્ષોન આર્કેડ ખાતે આયોજન

  • શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ગણેશજીનું સ્થાપન કરાયું

  • ભક્તોએ ઉત્સાહપૂર્વક ગણેશજીની આરતી ઉતારી

  • હેક્ષોન આર્કેડ પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તાર સ્થિત હેક્ષોન આર્કેડ ખાતે આ વર્ષે પંડાલમાં શ્રીજીને બિરાજમાન કરવામાં આવ્યા છેત્યારે શ્રીજી સ્થાપન પૂજામાં મોટી સંખ્યામાં હેક્ષોન આર્કેડ પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

આજે તા. 27 ઓગસ્ટના રોજ ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે સમગ્ર દેશમાં ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી શરૂ થઈ છે. ભરૂચ શહેર તથા જિલ્લામાં પણ વિવિધ વિસ્તારોમાં ગણેશ પંડાલ ઊભા કરવામાં આવ્યા છેત્યારે અંકલેશ્વર GIDC વિસ્તાર સ્થિત હેક્ષોન આર્કેડ ખાતે આ વર્ષે પંડાલમાં શ્રીજીને બિરાજમાન કરવામાં આવ્યા છે. સમસ્ત હેક્ષોન આર્કેડ પરિવાર દ્વારા ગણેશ મહોત્સવ-2025નું સુંદર આયોજન કરવામાં આવ્યું છેત્યારે આજરોજ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું હતું. જેમાં ઢોલ-નગારાના તાલે અબીલ-ગુલાલની છોળો સાથે શ્રીજીભક્તોએ આરતી ઉતારી ઉત્સાહપૂર્વક ગજાનન ગણપતિ મહારાજની સ્થાપના કરી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં હેક્ષોન આર્કેડ પરિવારના સભ્યો તેમજ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories