New Update
ગોલ્ડનબ્રિજની અંકલેશ્વર તરફનો બનાવ
ભાઈ બહેન નર્મદા નદીમાં નાહી રહ્યા હતા
ભાઈની નજર સામે જ બહેન નદીમાં તણાય
સ્થાનિક નાવિકો દોડી આવ્યા
ફાયર વિભાગે પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યું
અંકલેશ્વરના કોવિડ સ્મશાન નજીક નર્મદા નદીમાં નાહવા પડેલ ભાઈ બહેન પૈકી બહેન ભાઈની નજર સામે નદીના પાણીમાં તણાઈ હતી જેની સ્થાનિક તરવૈયાઓ અને ફાયર વિભાગ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે.
અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારમાં આવેલ જલારામ સોસાયટીમાં રહેતા 22 વર્ષીય મધુ દીપુ સિંહ તેના ભાઈ સાથે ગોલ્ડન બ્રિજના અંકલેશ્વર તરફ કોવિડ સ્મશાન નજીક આજે સવારે નર્મદા નદીમાં નાહવા માટે ગયા હતા. ભાઈ બહેન નદીમાં નાહી રહ્યા હતા તે દરમિયાન બહેન અચાનક જ નદીના પાણીમાં તણાવવા લાગી હતી જેના પગલે ભાઈએ બૂમાબૂમ કરી મૂકી હતી. બૂમ સાંભળી આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને આ અંગેની જાણ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને કરવામાં આવતા તેઓ અને તેમની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતીમઆ તરફ ફાયર ફાયટરો પણ નદી કિનારે પહોંચ્યા હતા અને પાણીમાં ગુમ યુવતીની શોધખોળ શરૂ કરી હતી.પોતાની નજર સામે બહેનને નદીના પાણીમાં તણાતા જોઈ ભાઈ ડઘાઈ ગયો હતો.
બનાવની જાણ થતાં પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો.અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે આમ આ મામલામાં વધુ તપાસ હાથ ધરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે મધુ સિંહના 2 વર્ષ પૂર્વે જ લગ્ન થયા હતા અને કમળાની સારવાર લીધા બાદ ગતરોજ જ તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.આજે સવારે ભાઈ સાથે નદીમાં નહાવા આવતા આ દુર્ઘટના સર્જાય હતી.
Latest Stories