New Update
અંકલેશ્વર જીઆઈડીસીમાં તસ્કરોનો તરખાટ
બે કોમ્પ્લેક્સમાં તસ્કરો ત્રાટકયા
15 દુકાનોમાં ચોરીનો કર્યો પ્રયાસ
તસ્કરોના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા
પોલીસને પેટ્રોલિંગ સઘન બનાવવા વેપારીઓની માંગ
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો હતો. તસ્કરોએ બે કોમ્પ્લેક્સની 15 દુકાનોને નિશાન બનાવી ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો
અંકલેશ્વર જીઆઈડીસી રહેણાંક વિસ્તારમાં આવેલ બે શોપિંગ કોમ્પ્લેક્સની દુકાનોમાં તસ્કરોએ ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.જીઆઈડીસીમાં પશુપતિનાથ મહાદેવ મંદિર નજીક આવેલ પારીતોષ એપાર્ટમેન્ટ તેમજ મારૂતી કોમ્પલેક્ષની 15 જેટલી દુકાનોના તાળા ગત રાત્રી દરમ્યાન તૂટ્યા હતા.બે શોપિંગ કોમ્પ્લેક્સની અનેક દુકાનમાં ચોરીના ઇરાદે તાળા તોડવાના પ્રયત્નો થયા હતા. આ અંગે કોમ્પ્લેક્સના દુકાનદારોના એક પ્રતિનિધિ મંડળ દ્વારા જીઆઈડીસી પોલીસ મથકે જાણવા જોગ અરજી આપી હતી.સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા જેના આધારે પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા છે તેમજ રાત્રી પેટ્રોલિંગને વધુ સધન બનાવવાની બાહેંધરી દુકાનદારોને આપી હતી. એક જ સાથે 15 જેટલી દુકાનના તાળા તૂટતા વેપારી વર્ગમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.