અંકલેશ્વર: કારના બોનેટમાંથી સાપ નિકળ્યો, જીવદયા પ્રેમીઓએ સતર્કતાથી પકડી પાડ્યો

અંકલેશ્વરની અક્ષર બંગલોઝ સોસાયટીમાં પાર્ક કરેલ કાર નંબર GJ 16 BG 4504 માં સાપ ઘૂસી ગયો હતો.આ અંગેની જાણ કાર માલિકને થતા તેઓએ જીવદયા પ્રેમીઓને જાણ કરી હતી

New Update
Snake Rescue
અંકલેશ્વરમાં કારના બોનેટમાંથી સાપ નીકળવાની ઘટના સામે આવી છે. કાર માલિકે જીવ દયા પ્રેમીઓને આ અંગેની જાણ કરતા તેઓએ સાપને પકડી પાડ્યો હતો અંકલેશ્વરમાં કારના બોનેટમાં સાપ ઘૂસી ગયો હોવાની ઘટના સામે આવી છે.
અંકલેશ્વરની અક્ષર બંગલોઝ સોસાયટીમાં પાર્ક કરેલ કાર નંબર GJ 16 BG 4504 માં સાપ ઘૂસી ગયો હતો.આ અંગેની જાણ કાર માલિકને થતા તેઓએ જીવદયા પ્રેમીઓને જાણ કરી હતી. બે જીવદયા પ્રેમીઓએ તરત જ દોડી આવી બોનેટમાંથી સાપને  સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો અને તેને પકડી પાડ્યો હતો. જીવદયા પ્રેમીઓ દ્વારા સાપને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવામાં આવ્યો છે.
આ અગાઉ અંકલેશ્વરના કોસમડી ગામ ખાતે આવેલ રુદ્રાક્ષ સોસાયટીના એક મકાનમાં ઘર બહાર મુકેલા બુટમાંથી સાપ નિકળ્યો હોવાની પણ ઘટના બની હતી.ચોમાસામાં દરોમાં પાણી ભરાઇ જવાના લીધે સરીસૃપો માનવ વસતી સુધી આવી ગયાં છે. ચોમાસામાં જયાંને ત્યાં સર્પો જોવા મળતાં હોય છે.
Read the Next Article

ભરૂચ : જંબુસરના વેડચ ગામે 10 ફૂટ ઉંડા ખાડામાં બાઈક ચાલક ખાબક્યો,ગ્રામ પંચાયત પર બેદરકારીનો આક્ષેપ

જંબુસર તાલુકાના વેડચ ગામમાં પંચાયતની બેદરકારીને કારણે એક યુવક અકસ્માતનો ભોગ બન્યો હતો.પંચાયત દ્વારા જુદા જુદા  સ્થળોએ ખાડા ખોદવામાં આવ્યા છે

New Update
Vedach Village

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડચ ગામમાં પંચાયતની બેદરકારીને કારણે એક યુવક અકસ્માતનો ભોગ બન્યો હતો.પંચાયત દ્વારા જુદા જુદા  સ્થળોએ ખાડા ખોદવામાં આવ્યા હતા. પરંતુ આ ખાડાઓ પાસે કોઈ ચેતવણી ચિન્હો કે આડસ મૂકવામાં આવી નથી.

Vedach Grampanchayat

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડચ ગામમાં છેલ્લા 10 દિવસથી પીવાના પાણીની સમસ્યા સર્જાય છે,જે અંગે સમસ્યાના નિરાકરણની  કામગીરી માટે જાહેર માર્ગ પાસે પંચાયત દ્વારા ખાડા ખોદવામાં આવ્યા છે.જોકે ગત રાત્રે વિપુલ જશુભાઈ નામનો યુવક પોતાની બાઈક પર નવયુગ વિદ્યાલય નજીકથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન તે 10 ફૂટ ઉંડા ખાડામાં બાઈક સાથે પડી ગયો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક મદદે દોડી આવી વિપુલને બહાર કાઢ્યો હતો. અકસ્માતમાં વિપુલને શરીરે નાની-મોટી ઈજાઓ થઈ પહોંચી હતીઅને તેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો.

વિપુલે આક્રોશપૂર્વક જણાવ્યું હતું કે જો ગ્રામ પંચાયત દ્વારા ખાડા પાસે સૂચના દર્શાવતી રિબન કે આડસ મૂકવામાં આવી હોત તો આ અકસ્માત ટાળી શકાયો હોત.જ્યારે સ્થાનિક રહીશોએ પંચાયત પાસે તાત્કાલિક યોગ્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની માંગ કરી હતી.

Latest Stories