New Update
-
ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની કાર્યવાહી
-
અંકલેશ્વરમાં પાડવામાં આવ્યા દરોડા
-
બે અલગ અલગ સ્થળોએથી ગેસ રિફીલિંગના કૌભાંડ ઝડપાયા
-
2 આરોપીઓની પોલીસે કરી ધરપકડ
-
કુલ 14 ગેસ સિલિન્ડર કબ્જે કરાયા
ભરૂચ એસઓજીએ અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં દુકાનમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફીલિંગના કૌભાંડ ઝડપી પાડી 2 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ભરૂચ એસઓજીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના શાંતિનગર સ્થિત યોગીનગરમાં આવેલ અનુરાધા કોમ્પલેક્ષમાં ચીસતીયા હાર્ડવેર નામની દુકાનમાં ગેરકાયદેસર રીતે ઇમરાન અન્સારી ગેસ રિફીલિંગ કરી રહયો છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી નાની મોટી બોટલ મળી 11 નંગ ગેસ સિલિન્ડર અને વજન કાંટો તેમજ રિફીલિંગ પાઈપ કબ્જે કરી હતી અને રાજપીપળા રોડ ઉપર યોગી નગરમાં રહેતો ઇમરાન સીરાજ અન્સારીને ઝડપી પાડ્યો હતો.
તો આવી જ રીતે પોલીસે સારંગપુરના લક્ષ્મણ નગરમાં કાલી માતાના મંદિર પાસે દુકાનમાં સરવણકુમાર ખટીક ગેરકાયદેસર રીતે ગેસ રિફીલિંગ કરે છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી 3 ગેસના સિલિન્ડર કબ્જે કર્યા હતા.પોલીસે આમ બંને સ્થળોથી 14 નંગ ગેસના સિલિન્ડર કબ્જે કરી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories