New Update
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
સ્ટેટ લેવલની ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન
ડી.એ.આણંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજન
22 ટીમોએ લીધો ભાગ
15મી ફેબ્રુઆરી સુધી ચાલશે ટુર્નામેન્ટ
અંકલેશ્વરના ડી.એ.આણંદપુરા સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા ટોરેન્ટ પાવર કપ અન્ડર 19 મેન્સ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા અંકલેશ્વરના ડી.એ.આણંદપુરા સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે ટોરેન્ટ પાવર કપ અંડર 19 મેન્સ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેનો આજરોજ ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો.આ પ્રસંગે ટોરેન્ટ પાવરના પ્રેસિડેન્ટ પ્રણવ શાહ, ઉદ્યોગપતિ અશોક પંજવાણી, જશુ ચૌધરી, ભરૂચ ડિસ્ટ્રીકટ ફૂટબોલ એસો.ના પ્રમુખ દીપેન પટેલ સહિતના આગેવાનો તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.આ ટુર્નામેન્ટમાં રાજ્યના વિવિધ જિલ્લાની 22 ટીમોએ ભાગ લીધો છે. તારીખ 15મી ફેબ્રુઆરીથી સુધી આ ટુર્નામેન્ટ રમાશે.ફૂટબોલની રમતને આગળ લાવવાના હેતુસર આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.
Latest Stories