અંકલેશ્વર: કોસમડી ગામ નજીક શેરડી ભરેલ ટ્રક પલટી,3 ક્રેઇન મદદે બોલાવાય

ટ્રક ચાલક શેરડી ભરી અંકલેશ્વર-વાલિયા રોડ ઉપરથી પસાર થઇ રહ્યો હતો.તે દરમિયાન કોસમડી ગામ પાસે શેરડી ભરેલી ટ્રક પલટી ખાઇ જતાં અકસ્માત સર્જાયો હતો

New Update
Kosmadi Village
અંકલેશ્વર-વાલીયા રોડ પર કોસમડી ગામ પાસે શેરડી ભરેલ ટ્રક પલટી ખાઇ જતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વર-વાલિયા તાલુકામાં શેરડી કટિંગની સીઝન ચાલી રહી છે.અંકલેશ્વર તાલુકામાંથી શેરડી ટ્રકમાં ભરી વાલિયાના વટારીયા સુગરમાં લઇ જવામાં આવે છે.તેવી જ રીતે આજરોજ એક ટ્રક ચાલક શેરડી ભરી અંકલેશ્વર-વાલિયા રોડ ઉપરથી પસાર થઇ રહ્યો હતો.તે દરમિયાન કોસમડી ગામ પાસે શેરડી ભરેલી ટ્રક પલટી ખાઇ જતાં અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતને પગલે ટ્રાફિકજામ સર્જાયો હતો બનાવની જાણ થતા જ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને ૩ ક્રેનની મદદ વડે ટ્રકને માર્ગની બાજુમાં ખસેડી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો.જો કે આ અકસ્માતમાં કોઈને પણ જાનહાની નહિ થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.
Latest Stories