અંકલેશ્વર: મામલતદાર કચેરી ખાતે તાલુકાકક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો, 6 પ્રશ્નોનો કરાયો નિકાલ

રાજ્યભરમાં પ્રજાના પ્રશ્નોના નિકાલ માટે જનસુખાકારીના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. હાલમાં સ્વાગત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે

New Update
  • અંકલેશ્વરમાં કરાયુ આયોજન

  • મામલતદાર કચેરી ખાતે આયોજન

  • તાલુકાકક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો

  • 6 પ્રશ્નોનો કરાયો નિકાલ

  • ડી.વાય.એસ.પી.ની અધ્યક્ષતામાં આયોજન

અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ ડી.વાય.એસ.પી ડો.કુશલ ઓઝાની અધ્યક્ષતામાં યોજાયો હતો. 
રાજ્યભરમાં પ્રજાના પ્રશ્નોના નિકાલ માટે જનસુખાકારીના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. હાલમાં સ્વાગત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે જનતાના પ્રશ્નોનાં નિવારણ માટે અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે ડી.વાય.એસ.પી. ડો.કુશલ ઓઝાની ઉપસ્થિતિમાં તાલુકાકક્ષાના સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં લોકોએ પોત પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા.આ સ્વાગત કાર્યક્રમમાં 6 જેટલા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં મામલતદાર કિરણસિંહ રાજપૂત અને અરજદારો તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories