New Update
/connect-gujarat/media/media_files/2024/12/14/5lmRRq7MNXDuezljTssz.jpg)
અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 ઉપર આમલાખાડી બ્રિજ નજીક ટેમ્પો વહેલી સવારે ટેમ્પો ચાલકનો સ્ટેયરીંગ ઉપર કાબુ ન રહેતા પલ્ટી જતા ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી
અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આમલાખાડી બ્રિજ નજીક અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે.ત્યારે આજરોજ વહેલી સવારે એક ટેમ્પો ચાલક પુરપાટ ઝડપે પસાર થઇ રહ્યો હતો તે દરમિયાન તેનો સ્ટેયરીંગ ઉપર કાબુ ન રહેતા ટેમ્પો માર્ગની બાજુમાં આવેલ કાંસમાં ખાબકતા પલ્ટી ખાઈ ગયો હતો.
આ અકસ્માતમાં ચાલકને ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.અકસ્માત અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા બે બસને પણ આ સ્થળે અકસ્માત નડ્યો હતો.તેવામાં અકસ્માતની ઘટનાઓ નિવારવા માટે પોલીસ તંત્ર પગલા ભરે તેવી લોક માંગ ઉઠી છે.