અંકલેશ્વર: ભડકોદ્રાની ક્રિષ્નાપાર્ક સોસા.ના મકાનમાંથી યુવાનનો રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવ્યો !

અંકલેશ્વરના ભડકોદ્રા ગામની ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહસ્યમય સંજોગોમાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.આ મામલે જીઆઇડીસી પોલીસે તપાસ શરૂ કરી છે

New Update
  • અંકલેશ્વરના ભડકોદ્રા ગામનો બનાવ

  • ક્રિષ્નાપાર્ક સોસા.માંથી મળ્યો મૃતદેહ

  • મકાનમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો

  • જીઆઇડીસી પોલીસે તપાસ શરૂ કરી

  • આપઘાત કર્યો હોવાનું અનુમાન

અંકલેશ્વરના ભડકોદ્રા ગામની ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહસ્યમય સંજોગોમાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.આ મામલે જીઆઇડીસી પોલીસે તપાસ શરૂ કરી છે
અંકલેશ્વરના ભડકોદ્રા ગામની ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતો ધર્મેશ પંચાલ નામનો યુવાન  શુક્રવારથી  ઘરની બહાર નજરે નહીં પડતા સ્થનિકોએ તેના મોટાભાઈને જાણ કરી હતી.તેના ભાઈએ સ્થળ પર દોડી આવી બારીનો કાચ તોડી અંદર જોતા યુવાન બેડ પર બેશુદ્ધ નજરે પડ્યો હતો.આ અંગે પોલીસને જાણ કરાતા જીઆઇડીસી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ કરતા યુવાનનું મોત નિપજ્યું હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસે યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.યુવાને અગમ્ય કારણોસર આપઘાત કર્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જોકે જીઆઈડીસી પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
Read the Next Article

અંકલેશ્વર : NH 48 પર સતત ચોથા દિવસે ભારે ટ્રાફિક જામ, અનેક વાહનચાલકો અટવાયા

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર ટ્રાફિકની સમસ્યા હવે જાણે સામાન્ય બની ગઈ છે,વારંવાર સર્જાતી ચક્કાજામની પરિસ્થિતિ વાહન ચાલકો માટે સરદર્દ સમાન બની ગઈ છે.

New Update
Screenshot_2025-08-01-15-00-28-73_92460851df6f172a4592fca41cc2d2e6

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર ટ્રાફિકની સમસ્યા હવે જાણે સામાન્ય બની ગઈ છે,વારંવાર સર્જાતી ચક્કાજામની પરિસ્થિતિ વાહન ચાલકો માટે સરદર્દ સમાન બની ગઈ છે. ત્યારે સતત ચોથા દિવસે પણ હાઇવે પર ભારે ટ્રાફિકજામ જોવા મળ્યો હતો

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ફરી ટ્રાફિકજામના કારણે વાહનચાલકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. વાહનચાલકોએ બે કલાક કરતા વધુ સમય ટ્રાફિકમાં ઉભા રહેવું પડ્યું હતું. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 પર સમયાંતરે  ટ્રાફિકજામની ગંભીર પરિસ્થિતિ સર્જાય છે. ભરૂચ તરફથી સુરત તરફ જતી લેનમાં અંદાજે 5 કિમી લાંબો ટ્રાફિકજામ જોવા મળ્યો છે.હાઈવેના બિસ્માર માર્ગ અને ખાસ કરીને આમલાખાડી પરના સાંકડા બ્રિજને કારણે આ માર્ગ પર વારંવાર ટ્રાફિકજામ સર્જાય છે. આજે સતત ચોથા દિવસે પણ હાઇવે પર વાહનોની લાંબી કતાર જોવા મળી હતી.રોજ  બનતી સમસ્યાને કારણે અંકલેશ્વર - દહેજ ઇન્ડસ્ટ્રિયલ બેલ્ટ અને સુરત તરફ અવરજવર કરતા વાહન ચાલકો ત્રાસી ઉઠ્યા છે.