અંકલેશ્વર : બોરભાઠા બેટ નજીક નદી કિનારેથી વિકૃત હાલતમાં અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તરફ નર્મદા નદી કિનારેથી એક અજાણી મહિલાનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

New Update
aaa

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તરફ નર્મદા નદી કિનારેથી એક અજાણી મહિલાનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના અંકલેશ્વર છેડે ગોલ્ડન બ્રિજની બાજુમાં આવેલ બોરભાઠા બેટ ગામના સ્મશાન નજીક નદી કિનારેથી એક અજાણી મહિલાની વિકૃત હાલત મૃતદેહ મળી આવ્યો હતો. જોકે, આ મામલે સ્થાનિક રહીશો દ્વારા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને જાણ કરતા તેઓ તેમની ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા, જ્યાં મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી અંકલેશ્વર શહેર એ' ડિવિઝન પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી, ત્યારે હાલ તો અંકલેશ્વર શહેર એ' ડિવિઝન પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories