અંકલેશ્વર : ફેફસાની નળીના બલ્ડ પ્રેસરથી પીડાતા બાળકને મમતા ચિલ્ડ્રન હોસ્પિટલના તબીબોએ આપ્યું નવું જીવનદાન...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં ફેફસાની કમજોરીના કારણે ફેફસાની નળીના બલ્ડ પ્રેસરથી પીડાતા બાળકને યોગ્ય સારવાર આપી મમતા ચિલ્ડ્રન હોસ્પિટલના તબીબોએ નવું જીવનદાન આપ્યું છે.

New Update

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં ફેફસાની કમજોરીના કારણે ફેફસાની નળીના બલ્ડ પ્રેસરથી પીડાતા બાળકને યોગ્ય સારવાર આપી મમતા ચિલ્ડ્રન હોસ્પિટલના તબીબોએ નવું જીવનદાન આપ્યું છે.

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના વિલાયત ગામે રહેતા મહેબૂબ ઇબ્રાહિમ મીરઝાની પત્ની અરજુમનબેને  ભરૂચમાં બાળકોની હોસ્પિટલ ખાતે  બાળકને જન્મ આપ્યો હતો. જોકેજન્મતા જ બાળકને ફેફસાની કમજોરીના કારણે ફેફસાની નળીનું બલ્ડ પ્રેસર વધારે હતું. જેના કારણે બાળકની હાલત અત્યંત ગંભીર હોવાથી મેહબૂબભાઇ અને તેમની પત્ની અરજુમનબેન  ભરૂચની હોસ્પિટલમાંથી તાત્કાલીક ગંભીર હાલતમાં બાળકને લઇ અંકલેશ્વરની મમતા ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે આવ્યા હતાજ્યાં હોસ્પિટલના તબીબ ડો. નીરજ ગુપ્તાએ બાળકને દાખલ કરી સારવાર શરૂ કરી હતી. આ હોસ્પિટલમાં આયુષ્યમાન ભારત યોજનાની સુવિધા ઉપલબ્ધ હોવાથી આયુષ્યમાન યોજના હેઠળ બાળકની સારવાર શરૂ કરાય હતી.

જોકેબાળક અત્યંત ગંભીર હાલતમાં હોવાથી ડો. નીરજ ગુપ્તાએ બાળકને તાત્કાલીક નાઈટ્રીક ઓક્સાઇડ ગેસ અને હાઈ ફ્રીક્વેન્સી વેન્ટીલેટર ઉપર રાખી સારવાર શરૂ કરી હતી. જેમાં  ડો. નીરજ ગુપ્તાએ  બાળકને 2 દિવસ નાઈટ્રીક ઓક્સાઇડ ગેસ ઉપર અને 10 દિવસ  હાઈ ફ્રીક્વેન્સી વેન્ટીલેટર ઉપર રાખતા બાળકની હાલતમાં સુધારો થયો હતો. જોકેએક મહિનો અને 10 દિવસની સફળ સારવાર બાદ બાળક સંપૂર્ણ સ્વસ્થ થતા તેના માતાપિતાની આંખમાં હર્ષના આંસુ છલકાય  ગયા હતા. પોતાના વ્હાલસોયા બાળકને આયુષ્યમાન ભારત યોજના હેઠળ નવું જીવનદાન મળતા મેહબૂબભાઇ અને તેમની પત્ની અરજુમનબેનના ચહેરા પર અપાર ખુશી જોવા મળી હતીઅને હોસ્પિટલમાંથી રજા આપતા ડો. નીરજ ગુપ્તા સહીતના સ્ટાફે પણ તેઓની ખુશીમાં સામેલ થયા હતા.

Latest Stories