અંકલેશ્વર: હાંસોટ વડોલી રોડ પર આવેલ કીમ નદીના બ્રિજનું આવતીકાલે લોડ ટેસ્ટિંગ, બ્રિજ મોટા વાહનો માટે સવારે 10 કલાક બાદ 3 કલાક બંધ

માર્ગ અને મકાન વિભાગ દ્વારા કીમ નદીના બ્રિજનું લોડ ટેસ્ટીંગ કરવામાં આવશે વજનદાર ટ્રકને બ્રિજ પર ઉભી રાખી ડિજિટલ મીટરના માધ્યમથી તેનું લોડ ટેસ્ટીંગ કરાશે.

New Update
River Bridge
ભરૂચ અને સુરત જિલ્લાને જોડતા વડોલી-હાંસોટ રોડ પર આવેલો કીમ નદીનો બ્રિજ જોખમી સ્થિતિમાં છે. 70 વર્ષ પહેલા બનાવવામાં આવેલો આ બ્રિજ જોખમી બનતા આવતીકાલે માર્ગ અને મકાન વિભાગ દ્વારા બ્રિજનું લોડ ટેસ્ટિંગ કરવામાં આવશે.
 ભરૂચના અંકલેશ્વરથી સુરતના ઓલપાડ ને જોડતો વડોલી વાંક નજીકનો કીમ નદી પરનો બ્રિજ જર્જરિત હાલતમાં બન્યો છે ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સરકાર દ્વારા તમામ બ્રિજોની ચકાસણીના આદેશ આપવામાં આવ્યા છે ત્યારે આવતીકાલે માર્ગ અને મકાન વિભાગ દ્વારા બ્રિજનું લોડ ટેસ્ટીંગ કરવામાં આવશે વજનદાર ટ્રકને બ્રિજ પર ઉભી રાખી ડિજિટલ મીટરના માધ્યમથી તેનું લોડ ટેસ્ટીંગ કરાશે.
સુરત અને ભરૂચ જિલ્લાને જોડતા વડોલી-હાંસોટ રોડ પર આવેલો કીમ નદીનો બ્રિજ જોખમી સ્થિતિમાં છે. 70 વર્ષ પહેલા બનાવવામાં આવેલો આ બ્રિજ બંને જિલ્લાના લોકો માટે મહત્વપૂર્ણ માર્ગ છે.બ્રિજની હાલત ચકાસતા ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. હેવી વાહનો પસાર થાય ત્યારે બ્રિજ નીચેથી સિમેન્ટના પોપડા ખરે છે. પિલરોમાં તિરાડો દેખાય છે અને લોખંડના સળિયા બહાર નીકળી આવ્યા છે.આ બ્રિજનો ઉપયોગ સુરતના ઓલપાડ અને ભરૂચના હાંસોટ તાલુકાના ગ્રામજનો કરે છે. નેશનલ હાઇવે 48 પર ટ્રાફિક જામ થાય ત્યારે મોટા વાહનો પણ આ માર્ગનો ઉપયોગ કરે છે.
Latest Stories